ETV Bharat / city

સુરતના 4 એન્જીનિયર્સે તૈયાર કર્યો સંપૂર્ણપણે સોલાર સિસ્ટમથી દરિયાના ખારા પાણીને મીઠુ કરવાનો પ્લાન્ટ

સંપૂર્ણ પણે સોલાર સિસ્ટમથી દરિયાના ખારા પાણીને મીઠુ કરવાનો પ્લાન્ટ સુરતના 4 એન્જીનિયર્સે તૈયાર કર્યો છે. આ પ્લાન્ટને ટૂંક સમયમાં સુરતના કાંઠા વિસ્તાર હજીરામાં વિકસાવવામાં આવશે. જેથી દરિયાકાંઠે રહેતી મહિલાઓને મીઠા પાણી માટે અનેક કિલોમીટર દૂર જવાની નોબત આવશે નહીં.

sea water desalination plant
sea water desalination plant
author img

By

Published : Nov 7, 2020, 10:36 PM IST

  • 4 એન્જીનીયર્સે બનાવ્યો દરિયાના ખારા પાણીને મીઠુ કરવાનો પ્લાન્ટ
  • આ પ્લાન્ટ સુરતના કાંઠા વિસ્તાર હજીરામાં વિકસાવવામાં આવશે
  • પાણીને WHO પ્રમાણે ગુણવત્તા ધરાવતા મિનરલ વોટરની શ્રેણી મળી

સુરત: સંપૂર્ણપણે સોલાર સિસ્ટમથી દરિયાના ખારા પાણીને મીઠુ કરવાનો પ્લાન્ટ સુરતના ચાર એન્જીનિયર્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટને ટૂંક સમયમાં સુરતના કાંઠા વિસ્તાર હજીરામાં વિકસાવવામાં આવશે. જેથી દરિયાકાંઠે રહેતી મહિલાઓને મીઠા પાણી માટે અનેક કિલોમીટર દૂર જવાની જરૂરત રહેશે નહીં. દેશનો આ પહેલો સોલાર પ્લાન્ટ છે. જેના થકી ખારા પાણીમાંથી મીઠા થયેલા પાણીને WHO પ્રમાણે ગુણવત્તા ધરાવતા મિનરલ વોટરની શ્રેણી મળી છે.

સુરતના ચાર એન્જીનિયર્સે તૈયાર કર્યો સંપૂર્ણપણે સોલાર સિસ્ટમથી દરિયાના ખારા પાણીને મીઠું કરવાનો પ્લાન્ટ

દરિયાના ખારા પાણીમાંથી બનશે મિનરલ યુક્ત પાણી

સુરતના 4 એન્જિનિયર્સ દ્વારા એક એવો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જે સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી ચાલે છે. આ પ્લાન્ટ થકી શરૂઆતમાં 15,00 લીટર જેટલું મિનરલ યુક્ત પાણી દરિયાના ખારા પાણીથી તબદીલ થઇ લોકોને મળી રહેશે. સુરતના યશ તરવાડી, ભૂષણ પર્વતે, જ્હાનવી રાણા અને નિલેશ શાહ દ્વારા આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આવનારા વર્ષોમાં જો ભારતમાં પાણીની અછત સર્જાય તો વૈકલ્પિક રીતે કેવી રીતે આ સમસ્યાને દૂર કરી શકાય. આ વિચારથી આ ચારેય એન્જીનિયર્સ દ્વારા આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ભારત દ્વિપકલ્પિય દેશ છે, ત્યારે દરિયાના પાણીનો ઉપયોગ કેવી રીતે પાણીની અછતની સમસ્યાને દૂર કરવા માટે કરી શકાય તેવા ઉદ્દેશથી આ ચારેય એન્જીનિયર્સ દ્વારા સંપૂર્ણ રીતે સોલાર સિસ્ટમથી ચાલતો પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

કોપરની ગુણવત્તા મળશે
કોપરની ગુણવત્તા મળશે

સોલાર થર્મલ ડિ-સેલિટાઇઝેશન પ્લાન્ટ

આ અંગે યશ તરવાડીએ જણાવ્યું હતું કે, અમે સમુદ્રના ખારા પાણીને મીઠા પાણીમાં રૂપાંતર કરે તેવો સોલાર થર્મલ ડિ-સેલિટાઇઝેશન પ્લાન્ટ બનાવ્યો છે. આ પ્લાન્ટની મદદથી દરિયાકાંઠાના કોઈપણ વિસ્તારમાં રહેતા લોકોને મળતા ખારા પાણીને રૂપાંતરિત કરી મીઠુ પાણી આપી શકાય છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે 2030 સુધીમાં ભારતના 40 ટકા લોકોને પાણી મળશે નહીં. વર્ષ 2040 સુધી સંપૂર્ણ ભારતમાં નદીનું પાણી પૂરૂ થઈ જશે. જેનું મુખ્ય કારણ વસ્તીનો વધારો છે. વિશ્વના અન્ય દેશોમાં હાલ જ પાણીની અછત સર્જાય છે. ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં આ સ્થિતિ જોવા મળી છે. લોકોને આપવા માટે ત્યાંના ડેમમાં પાણી નથી. આવી કટોકટી ભારતમાં ન સર્જાય એ માટે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ડિવાઇસ સૂર્યના કિરણોને સિંગલ વોકલ પર કેન્દ્રિત કરે છે..

મહિલાઓને દૂર સુધી પાણી પાણી ભરવા જવું પડશે નહીં

હાલ આ પ્રોડક્શન 16 લીટર સુધીનું છે. જે આવનારા દિવસોમાં 1500 લીટર સુધી વધારવાની તૈયારી કરી લેવામાં આવી છે. હજીરા ખાતે આ પાઇલટ પ્રોજેક્ટ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. હજીરા ખાતે આ પ્લાન્ટ વિકસાવવામાં આવશે. જેથી દરિયા કાંઠે રહેતા લોકોને સસ્તા દરે મીઠુ પાણી મળી શકે અને મહિલાઓને દૂર સુધી જવું ન પડે. સૌથી અગત્યની વાત એ છે કે, ખારા પાણીને મીઠુ કરવા માટે જે પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે, તે ભારતનો પહેલો પ્લાન્ટ છે જે સંપૂર્ણ પણે સોલારથી ચાલે છે. જેને વિજળીની જરૂરિયાત પડશે નહીં.

કોપરની ગુણવત્તા મળશે

સોલાર પ્લાન્ટથી જે પાણી ખારાથી મીઠુ થાય છે, તેને મિનરલાઈઝ કરવામાં આવે છે. RO સિસ્ટમ જે ઘરમાં વાપરવામાં આવે છે તેમાં મિનરલ હોતા નથી. જે લાંબા સમયે સ્વાસ્થ્ય માટે લાભકારી પણ થતું નથી. આ સોલાર પ્લાન્ટમાંથી જે પણ પાણી મળશે, તે મિનરલયુક્ત રહેશે. તેમાં કોપરની ગુણવત્તા મળશે, જે સ્વાસ્થ્ય માટે સારી છે અને પાણીજન્ય રોગોથી પણ બચાવી શકે છે. આ સ્ટાર્ટઅપને યુનાઇટેડ નેશન દ્વારા આયોજિત યુથ કોલેબ અને નીતિ આયોગ અને અટલ ઇનોવેશન મિશનમાં ટોપ 12 ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યા છે.

ડિવાઇસ સૂર્યના કિરણોને સિંગલ વોકલ પર કેન્દ્રિત કરે છે.

ખારા પાણીને કન્ટેનર એટલે કે રિસિવરમાં લેવામાં આવે છે. આ પ્લાન્ટમાં સોલાર કોન્સન્ટ્રેટર નામનું ડિવાઇસ છે. જે સોલારથી ચાલે છે. આ ડિવાઇસ સૂર્યના કિરણોને સિંગલ વોકલ પર કેન્દ્રિત કરે છે. જેનાથી ખારા પાણીમાંથી મીઠું અલગ થઈ જાય છે. મીઠું અને અન્ય પાર્ટ રિસિવરમાં રહી જાય છે. માત્ર સ્ટિમ આગળ વધે છે. સ્ટિમને હિટ એક્સચેન્જર નામના ડિવાઇસ દ્વારા વાયુમાંથી પ્રવાહી સ્વરૂપમાં લાવવમાં આવે છે. મહત્વનું છે કે, આ પાણી દરેક પ્રકારના મિનરલયુક્ત છે અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની ગુણવત્તામાં ખરું ઉતર્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.