- સાંજે ઘરે જતા નડયો અક્સમાત
- ભાજપ ઉપપ્રમુખની કાર પલટી
- સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા દુર્ઘટના સર્જાઇ
બારડોલી : સુરત જિલ્લામાં ભાજપના ઉપપ્રમુખ અજિતસિંહ સુરમાની કાર ઘર નજીક પલટી મારી જતા તેમને સામાન્ય ઇજા પહોંચી હતી. હાલ તેમને બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
દિવાલ સાથે અથડાઇને કાર પલટી
આ અંગે મળતી માહિતી અનુસાર સોમવારે સાંજે કાર લઈને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે સોસાયટીમાં ઘર નજીક જ સ્ટિયરિંગ પરથી નિયંત્રણ ગુમાવી દેતા તેમની કાર એક ઘરની દિવાલની સાથે અથડાયા બાદ પલટી મારી ગઈ હતી.
![અજિતસિંહ સુરમા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-surat-rural-03-accident-photo-story-gj10039_25012021213637_2501f_1611590797_354.jpg)
સ્થાનિકોએ પહોંચાડ્યા હોસ્પિટલ
સ્થાનિક રહીશોએ તાત્કાલિક તેમને કાર માંથી બાહર કાઢી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાણ થતાં જ ભાજપ અગ્રણીઓ હોસ્પિટલ પહોંચી ગયા હતા. અજીતસિંહને સામાન્ય ઇજા જ પહોંચી હોવાનું તબીબોએ જણાવ્યું હતું.