- ખ્યાતનામ હોસ્પિટલોની ફેક વેબસાઈટ બનાવી ઠગાઈ કરનારી ગેંગના વધુ એક આરોપીની ધરપકડ
- નાઇજિરિયાના વતની ગ્રેગરીની હરિયાણાથી ધરપકડ કરાઈ
- નાઈજેરિયામાં ઓટો મેકેનિક તરીકે ફરજ બજાવનાર આરોપી ત્રણ વર્ષ પહેલા જ આવ્યો હતો ભારત
સુરત: નાઈજેરિયામાં ઓટો મેકેનિક તરીકે ફરજ બજાવનાર ત્યાંના નાગરિકો ભારત દેશમાં ખ્યાતનામ હોસ્પિટલની ફેક ID બનાવી લોકોને છેતરપિંડી કરનાર ગેંગનો સભ્ય બની ગયો. દેશની ખ્યાતનામ હોસ્પિટલોની ફેક વેબસાઈટ બનાવી કિડની ખરીદવાના નામે લોકો સાથે ઠગાઈ કરનાર ગેંગના વધુ એક આરોપીની ધરપકડ કરાઈ છે. નાઇજિરિયાનો વતની ગ્રેગરીની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આરોપી પાસેથી 14 મોબાઈલ, એક લેપટોપ, ડોન્ગલ, અને એક ATM કાર્ડ કબજે કરવામાં આવ્યું છે. સુરત સાયબર પોલીસને આશંકા છે કે આ એક આંતરરાષ્ટ્રીય ફ્રોડ હોય શકે છે.
નાનપુરા વિસ્તારમાં રહેતા યુવક સાથે કર્યો ફ્રોડ
નાનપુરા વિસ્તારમાં રહેતા અરબાઝ રાણા કારના કમિશન એજન્ટ તરીકે કામ કરતો હતો પરંતુ કોરોના અને લોકડાઉનને કારણે તેનો ધંધો છૂટી ગયો. બહેનના લગ્ન અને ઘરની બધી જવાબદારી માથે આવતા દેવું એટલું વધી ગયું કે તે માનસિક તણાવમાં આવી ગયો. જેમાંથી બહાર આવવા તેણે પોતાની કિડની વેચી નાંખવાનો વિચાર કર્યો. અને ગૂગલમાં તેણે કિડની વેચવા અલગ અલગ વેબસાઈટ સર્ચ કરી. જેમાંથી એક વેબસાઈટ પર સંપર્ક કરીને તેણે કિડની વેચવા સંપર્ક કર્યો. જેના પર કિડનીના બદલામાં તેને ચાર કરોડ રૂપિયા મળશે તેવી લોભામણી જાહેરાત આપવામાં આવી.
આ પણ વાંચો: અમદાવાદના જિલ્લા જજના પુત્ર અને કમિશ્નરના ખાતામાંથી ઠગાઈ કરનાર 4 આરોપીની કરાઈ ધરપકડ
ગ્રેગરીની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી
આ વેબસાઇટના માધ્યમથી તેણે વિચાર નહોતો કર્યો કે તે આ રીતે છેતરપીંડીનો શિકાર બનશે. યુવક પાસેથી અલગ અલગ બહાના અને રજિસ્ટ્રેશન ફી લેવામાં આવી અને આ રીતે અલગ અલગ ખાતામાં 14,78,400 રૂપિયા તેની પાસેથી લઈ લેવામાં આવ્યા. તેના બદલામાં તેને એકપણ રૂપિયો આપવામાં નહિ આવ્યો ન હતો. યુવકે આ અંગે વેબસાઈટ અને કંપનીની માહિતી તેમજ તેની સાથે થયેલ છેતરપીંડીની ફરિયાદ સાઇબર સેલમાં નોંધાવી હતી. આ ઘટનામાં પોલીસે અગાઉ ફેક વેબસાઈટ મામલે બેંગ્લોરથી ભારતમાં ગેરકાયદેસર રહેતા 33 વર્ષીય આફ્રિકન ઈમિગ્રન્ટની ધરપકડ કરી હતી. આરોપી જાલી કિડની રેકેટ ચલાવીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો. તેનું નામ ટોટી ડાગો ગ્રેગોઈર છે, જે આઈવરી કોસ્ટનો નાગરિક છે. જે બાદ વધુ તપાસ કરી રહેલી પોલીસે બેંગ્લોરથી ટીકેન્દ્રજીત ધીરેનચંદ્રા બોરો નામના શખ્સની ધરપકડ કરી હતી. આ ઘટનામાં હવે ત્રીજા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. નાઇજિરિયાનો વતની ગ્રેગરીની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાતના 10 જિલ્લામાં નવા સાયબર પોલીસ સ્ટેશન મંજૂર કરાયા
નાઈજેરિયા માટે મેકેનિક તરીકે નોકરી કરતો હતો
ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, ત્રણ વર્ષ પહેલાં જ તે ભારત આવ્યો હતો. નાઈજેરિયા માટે મેકેનિક તરીકે નોકરી કરતો હતો. અગાઉ ઝડપાયેલા આરોપીઓએ જે ફેક વેબસાઈટ બનાવી હતી, જેમાં આ પણ સામેલ છે. તે વેબસાઈટનો ઉપયોગ ઝડપાયેલો આરોપી કરતો હતો. આ ઉપરાંત આ ગેંગ દ્વારા ખ્યાતનામ હોસ્પિટલોની ફેક વેબસાઈટ બનાવી તેનો ઉપયોગ કરી લોકો સાથે ઠગાઈ કરતા હતા. પોલીસે આરોપી પાસેથી 14 મોબાઈલ, એક લેપટોપ, ડોન્ગલ, અને એક એટીએમ કાર્ડ કબજે કરવામાં આવ્યું છે. પોલીસને આશંકા છે કે આ એક આંતરરાષ્ટ્રીય ફ્રોડ હોય શકે છે.