ETV Bharat / city

સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 19.62 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ - ડ્રગ્સની હેરાફેરી

સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. સુરત ક્રાઈમબ્રાન્ચની ટીમે 19.62 લાખ રૂપિયાના ડ્રગ્સને ઝડપી પાડ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે કડોદરા નિયોલ ચેકપોસ્ટ પરથી ગાડીમાં મેફેડ્રોન ડ્રગ્સ લાવતા ત્રણ આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 196.2 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું. આરોપીઓ આ ડ્રગ્સ મુંબઈથી લાવ્યા હોવાનું સામે આવ્યું હતું.

સુરત ક્રાઈમબ્રાન્ચને મળી મોટી સફળતા, 19.62 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ

author img

By

Published : Sep 25, 2021, 10:47 AM IST

  • સુરત ક્રાઈમ બ્રાન્ચે મુંબઈથી લગાતા મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 આરોપીની ધરપકડ કરી
  • પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી 19.62 લાખ રૂપિયાનું 196.2 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું
  • એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મુંબઈમાં નાલા સોપારા ખાતે એક ઇસમ પાસેથી ખરીદી કર્યો હતો
  • આરોપી ઇમરાન ઉર્ફે બોબા હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયો છે આ ગુનામાં તે 22 મહિના જેલમાં રહીને આવ્યો છે

સુરત: ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે કડોદરા નિયોલ ચેકપોસ્ટ પાસેથી ફોરવ્હિલ ગાડીને ઉભી રાખી હતી. આ ગાડીમાંથી ક્રાઈમબ્રાન્ચની ટીમે મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. પોલીસે 19.62 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ તપાસમાં આરોપીઓ મુંબઈથી આ ડ્રગ્સ લાવ્યા હોવાનું બહાર આવ્યું હતું.

સુરત પોલીસે 'નો ડ્રગ્સ ઈન સુરત' અભિયાન શરુ કર્યું

સુરત શહેરમાં યુવાનોને નશાના રવાડે ચડતા બચાવવા સુરત પોલીસે નો ડ્રગ્સ ઈન સુરત અભિયાન શરુ કર્યું છે. પોલીસની અલગ અલગ ટીમ દ્વારા ડ્રગ્સ, ગાંજો, અફીણ અને દારૂ જેવા નશીલા પદાર્થો ઝડપી પાડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતમાંથી વધુ એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. સુરત ક્રાઈમબ્રાન્ચનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, કેટલાક આરોપીઓ કારની અંદર ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યા છે. બાતમીના આધારે, સુરત ક્રાઈમબ્રાન્ચની ટીમે વોચ ગોઠવી કડોદરા નિયોલ ચેક પોસ્ટ પાસેથી એક કાર ઝડપી પાડી હતી.

પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી 19.62 લાખ રૂપિયાનું 196.2 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું

પોલીસે કારની તપાસ કરતા 196.2 ગ્રામ ડ્રગ્સ મળ્યું

પોલીસે કારમાં તપાસ કરતા તેમાંથી 19.62 લાખ રૂપિયાની કિમતનું 196.2 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ મળી આવ્યું હતું. આથી પોલીસે કારમાં સવાર રાંદેરમાં રહેતા ઈમરાન અબ્દુલ રશીદ શેખ, રાંદેર સુલતાનીયા જિમ ખાના પાસે રહેતા ઈમરાન ઉર્ફે બોબા ફકરૂદિન ખાન અને રાંદેર લાલ બાગના ટેકરા પાસે રહેતા મુઆઝ ઉર્ફે માજ ઈબ્રાહીમ સૈયદની ધરપકડ કરી હતી.

નાલાસોપારા ખાતે એક શખ્સ પાસેથી ખરીદી કર્યો હતો

પોલીસે 19.62 લાખ રૂપિયાનું 196.2 ગ્રામ એમ.ડી.ડ્રગ્સ, 2.49 લાખની રોકડ તથા મોબાઈલ અને કાર મળી કુલ 18.49 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આ એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મુંબઈ સ્થિત નાલા સોપારા ખાતે એક ઈસમ પાસેથી ખરીદી કર્યો હતો અને ફોરવ્હિલ કારમાં સુરત ખાતે છૂટક વેચાણ કરવા માટે લાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને આરોપીઓ સુરતમાં કોને કોને ડ્રગ્સનો જત્થો આપવાના હતા. તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે.

આરોપી ગાડી લે વેચની દલાલીનું કામ કરે છે

વધુમાં આરોપી ઇમરાન અબ્દુલ રશીદ વિરુદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને તે હાલ છૂટકમાં ડ્રાઈવિંગનો ધંધો કરે છે. આરોપી ઇમરાન ઉર્ફે બોબા હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયો છે. આ ગુનામાં તે 22 મહિના જેલમાં રહીને આવ્યો છે. તેમજ ગાડી લે વેચની દલાલીનું કામ કરે છે. જયારે આરોપી મુઆઝ ઉર્ફે મુજા ઈબ્રાહીમ સૈયદ પણ હત્યાના પ્રયાસના ગુનામાં પકડાયો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.