સુરત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 29 સપ્ટેમ્બરે સુરત પ્રવાસને (PM Modi Gujarat Visit) લઈને વહીવટી તંત્ર (surat municipal corporation) તૈયારીમાં લાગ્યું છે. વડાપ્રધાન અહીં લિંબાયત વિસ્તારમાં જનસભા સંબોધી રોડ શૉ (Narendra Modi Road Show) યોજશે. ત્યારે પોલીસ પણ વડાપ્રધાનની સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટેની તૈયારી કરી રહી છે. આ વખતે સુરત ક્રાઈમ બ્રાન્ચ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન રૂટ પર ડ્રોન કેમેરાથી (drone security camera) નજર રાખશે.
વડાપ્રધાન કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત વડાપ્રધાન અહીં સુરત મહાનગરપાલિકા, જિલ્લા તેમ જ કેન્દ્ર સરકારના અનેકવિધ પ્રકલ્પોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્ત કરશે. આ ઉપરાંત તંત્ર (surat municipal corporation) દ્વારા હેલિપેડ પર હેલિકોપ્ટર મગાવી રિહર્સલ અને ચકાસણી પણ કરવામાં આવી હતી. સાથે જ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
હેલિપેડ ખાતે રિહર્સલ માટે મગાવાયું હેલિકોપ્ટર વડાપ્રધાન અહીં 2 કિલોમીટર રોડ શૉ (Narendra Modi Road Show) કરશે. આ અંગેનો મુખ્ય કાર્યક્રમ લિંબાયત નીલગિરિ ગ્રાઉન્ડ પર યોજાઈ રહ્યો છે. વડાપ્રધાનના આગમન પહેલા રોડરસ્તાનું સમારકામ સહિતની કામગીરી તંત્ર (surat municipal corporation) કરવામાં આવી રહી છે. જ્યારે સભાસ્થળે પણ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન (PM Modi Gujarat Visit) લિંબાયતમાં મર્હષી આસ્તિક સ્કૂલના ગ્રાઉન્ડમાં બનેલા હેલિપેડ પર ઉતરાણ કરશે. તેને લઈને હેલિપેડ ખાતે હેલિકોપ્ટર મગાવી રિહર્સલ અને ચકાસણી પણ કરવામાં આવી હતી.
20 જગ્યા પર સ્ટેજ તૈયાર કરાયા વડાપ્રધાનના રોડ શૉ (Narendra Modi Road Show) દરમિયાન હજારો લોકો જોડાય તેવી સંભાવના છે. રોડ શૉના (Narendra Modi Road Show) રૂટ પર અલગ અલગ 20 જગ્યાએ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરની સંસ્થાઓ તથા અગ્રગણ્ય નાગરિકો દ્વારા સ્ટેજ પર હાજર રહી વડાપ્રધાનનું અભિવાદન કરવામાં આવશે. આ સ્ટેજ પર વિવિધ સમાજ દ્વારા કૃતિઓ પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત રોડ શૉના રૂટ પર પાલિકાના વિવિધ પ્રોજેક્ટ તથા રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ દર્શાવવામાં આવશે.