- સુરત ગ્રામ્યમાં દોઢ વર્ષ બાદ કોરાના આવ્યો કાબુમાં
- અત્યાર સુધીમાં જિલ્લાના 32 હજારથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં
- બીજી લહેર દરમિયાન શનિવારે એક પણ કેસ ન નોંધાતા રાહત
સુરતઃ જિલ્લા અને શહેરમાં આજથી દોઢ વર્ષ પહેલાં સુરત ગ્રામ્યમાં કોરાના વાઈરસએ દસ્તક દીધી હતી. ત્યાર બાદ એક બે કેસથી શરૂ થયેલા કોરાના વાયરસે એટલો હાહાકાર મચાવ્યો કે દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ હતી. કાળમુખા કોરાના વાઈરસના લીધે લોકોના મોતના આંકડામાં વધારો થતા ગ્રામ્યમાં આવેલા ત્રણ મોટા સ્મશાનોમાં મૃતદેહોના ઢગલા થઈ ગયા હતા તેમજ અગ્નિ સંસ્કાર માટે કલાકોનું વેઇટિંગ ચાલુ થઈ ગયું
આ પણ વાંચોઃ veccination update: સુરત ગ્રામ્યમાં મંગળવારે 7,699 લોકોએ લીધી કોરાના રસી
કોરાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો
કોરાનાનાની બીજી લહેરમા રોજના 400-500 દર્દીઓને ભરડામાં લેતો કોરાના વાઈરસ જૂન-2021માં જ ઘૂંટણીએ પડ્યો અને ધીમે ધીમે કોરાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે 3 જુલાઈ શનિવારે આરોગ્ય વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી કોરાના યાદીમાં એકપણ કેસ નહિ નોંધાતા સ્થાનિક લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ પણ વાંચોઃ surat rural corona update: સુરત ગ્રામ્યમાં આજે કોરાનાના 25 કેસ નોંધાયા
31 હજારથી વધુ દર્દીઓએ કોરાનાથી સ્વસ્થ થયા
સુરત જિલ્લામાં 09 તાલુકામા શનિવારે એકપણ કોરોના કેસ નોંધાયા ન હતા. તેમજ કોરોનાના વધુ 11 દર્દીઓ હોસ્પિટલમાંથી સારવાર લઈ સ્વસ્થ થયા હતા. હાલ માત્ર 60 દર્દીઓ સારવાર હેઠળ છે, અત્યાર સુધી ગ્રામ્યમાં કોરાના વાઈરસની લપેટમાં આવી ગયા હતા. 483 લોકોના કોરાના વાઈરસના કારણેે મોત થયા છે. ત્યારે અત્યારે સુધીમાં 31 હજાર 518 લોકો કોરાનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે.