સુરત : શહેર કોગ્રેસ પ્રમુખ અને સેવાદળ પ્રમુખ વચ્ચે વિવાદ સર્જાતા મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. ઓફિસની ખુરશીને લઇને બન્ને વચ્ચે માથાકૂટ થતા એક ઓડિયો પણ વાઇરલ થયો છે. ધર્મેશ મિસ્ત્રીએ અઠવા પોલીસ મથક કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા સામે પોલીસ ફરિયાદ નોંધાવી તો પ્રમુખ દ્વારા ધર્મેશ મિસ્ત્રીને સેવાદળના પ્રમુખ તરીકે બરતરફ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ શહેર પ્રમુખ બાબુ રાયકા દ્વારા સેવાદળનાં પ્રમુખ ધર્મેશને આપવામાં આવેલી ધમકીઓ અને અભદ્ર ગાળોનો ઓડિયો વાઇરલ થઇ રહ્યો છે.
સુરત કોંગ્રેસ શહેર પ્રમુખ અને સેવાદલ પ્રમુખ વચ્ચે વિવાદ ધર્મેશ મિસ્ત્રીએ આ અંગે જણાવ્યું હતું કે, કાર્યાલયમાં ખુરશીના વિવાદ સર્જાયા જેના કારણે બાબુ રાયકા દ્વારા તેમને અપશબ્દ વાપરવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી તેમણે અઠવા પોલીસ મથકમાં IPC 114 323 504 અને 506 2 મુજબ નોંધાવી ફરિયાદ નોંધાવી છે.ખુરશી માટે સર્જાયેલા વિવાદ બાદ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા કિરણ રાયકાએ જણાવ્યું હતું કે, ધર્મેશ મિસ્ત્રી અસામાજિક તત્વો સાથે સંપર્કમાં રહે છે અને પાર્ટી પ્રોટોકોલનો ભંગ પણ કરતા આવ્યા છે જેથી તેમને પદ પરથી હટાવવામાં આવ્યા છે
આ ઓડિયોની પુષ્ટિ ઇટીવી ભારત કરતું નથી.