ETV Bharat / city

સુરતમાં 3 મહિનામાં 1661 બાળકો કોરોના સંક્રમિત, ત્રીજી લહેરથી બચાવવા સિવિલમાં 100 બેડ વધારાશે - સુરતમાં 3 મહિનામાં 1661 બાળકો કોરોના સંક્રમિત

દેશભરમાં હાલ કોરોનાની બીજી લહેર ( second wave of corona ) ચાલી રહી છે. ત્યારે નિષ્ણાતો દ્વારા આગામી સમયમાં કોરોનાની ત્રીજી લહેર ( third wave of corona ) ની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને સુરતમાં છેલ્લા 3 મહિનામાં 10 વર્ષ સુધીની ઉંમર ધરાવતા 1661 બાળકો સંક્રમિત થતા કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત બાળકોની સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલમાં 100 બેડની સુવિધા ઉભી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

સુરતમાં 3 મહિનામાં 1661 બાળકો કોરોના સંક્રમિત, ત્રીજી લહેરથી બચાવવા સિવિલમાં 100 બેડ વધારાશે

author img

By

Published : May 26, 2021, 10:36 PM IST

  • કોરોનાની ત્રીજી લહેરને લઈને સિવિલ હોસ્પિટલ દ્વારા તૈયારીઓ શરૂ
  • બાળકોની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં 100 બેડ વધારાશે
  • કોરોનાની સાથે બાળકોમાં MIS-C નામક બિમારીનું સંકટ વધ્યું

સુરત: કોરોનાની ત્રીજી લહેર ( third wave of corona ) ની આગાહીને લઈને સુરત સિવિલ હોસ્પિટલ ( surat civil hospital ) દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. કોરોનાની બીજી લહેર ( second wave of corona ) દરમિયાન છેલ્લા 3 મહિનામાં સુરતમાં 1661 બાળકો કોરોના સંક્રમિત થતા આવનારી ત્રીજી લહેર માટે વધુ 100 બેડની સુવિધા ઉભી કરવા સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.

સુરતમાં 3 મહિનામાં 1661 બાળકો કોરોના સંક્રમિત, ત્રીજી લહેરથી બચાવવા સિવિલમાં 100 બેડ વધારાશે

જિલ્લામાં pediatrician ની અછત

ઓક્ટોબર - નવેમ્બર મહિનામાં કોરોનાની ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી છે. જેમાં બાળકોમાં કોરોના સંક્રમણનું જોખમ વધારે હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે. બાળ રોગ નિષ્ણાતો ( pediatrician ) ની વાત કરવામાં આવે તો સુરત શહેરમાં 300 જેટલા અને જિલ્લામાં 100 જેટલા તબીબો ઉપલબ્ધ છે. શહેર-જિલ્લામાં છેલ્લા 3 મહિનામાં જ 1680 જેટલા બાળકો સંક્રમિત થતા કોરોનાની ત્રીજી લહેરમાં 3 હજારથી વધારે બાળકો સંક્રમિત થાય તેવી સંભાવના છે. જો, કોરોનાના બાળ દર્દીઓની સંખ્યા 3 હજારને આંબી જાય તો 400 જેટલા બાળ રોગ નિષ્ણાતો ઓછા પડી શકે તેમ છે.

શું કહે છે સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ?

"અમને રાજ્ય સરકાર તરફથી કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો પર વધારે અસર થઈ શકે તેવી સંભાવનાને લઈને 100 બેડની વ્યવસ્થા કરવાની સૂચના આપવામાં આવી છે. આ 100 બેડમાં 20 બેડનો ICU, 20 બેડ ટેપ ડાઉનના અને ઓક્સિજન સુવિધા ધરાવતા 60 બેડનો સમાવેશ થાય છે. સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલા સ્ટેમસેલ બિલ્ડીંગના 7માં માળે આ સુવિધા ઉભી કરવામાં આવશે. જેના માટે જરૂરી સાધન સરંજમોનું લિસ્ટ બનાવીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવ્યું છે." - ડૉ. રાગિણી, ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ

સુરતમાં 3 મહિનામાં 10 વર્ષ સુધીના કોરોના સંક્રમિત બાળકોની સંખ્યા

ઝોન માર્ચએપ્રિલમેકુલ
સેન્ટ્રલ207910 109
વરાછા એ159025130
વરાછા બી1112806145
રાંદેર7219375340
કતારગામ1213336181
લીંબાયાત 3015909198
ઉધના3114009180
અઠવા 8326332378
કુલ 274 11852021661

બાળકોમાં કોરોના સાથે MIS-C નામક બિમારી પણ જોવા મળી રહી છે

શહેરના બાળ રોગ નિષ્ણાત ( pediatrician ) ડૉ. આશિષ ગોટીએ જણાવ્યું હતું કે, "બાળકોમાં કોરોના સંક્રમણ સાથે MIS-C નામક બિમારી પણ જોવા મળી રહી છે. તેનું પુરૂ નામ મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમેટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રન ( Multisystem inflammatory syndrome in children ) છે. આ બિમારી કોરોના સાથે સંકળાયેલી છે. જે કોરોનાની પ્રથમ લહેર દરમિયાન પણ જોવા મળી હતી. તેના લક્ષણોમાં બાળકોને સતત તાવ આવવો, શરીર પર લાલ છાંટા પડી જવા, હોઠ લાલ થઈ જવા, શરીર પર સોજો આવવો, ગળું સૂજી જવું, પેટમાં દુઃખાવો થવો તેમજ ઝાડા-ઉલટીનો સમાવેશ થાય છે." તેમણે વધુમાં જણાવ્યું હતું કે, " આ રોગના ચોક્કસ આંકડા હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ એક અંદાજ પ્રમાણે છેલ્લા 3 મહિનામાં સુરતમાં MIS-C ના 200 જેટલા કેસ નોંધાયા છે. "

MIS-C ના કારણે બાળકોને હાર્ટ એટેક પણ આવી શકે છે

ડૉ. આશિષ ગોટીએ MIS-C બિમારીની ગંભીરતા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, "કોરોનાની જેમ MIS-C પણ ગંભીર બિમારી છે અને કોરોનાની જેમ તેની સારવાર પણ ઉપલબ્ધ છે. જો આ બિમારી શરૂઆતના તબક્કામાં જ પકડાઈ જાય તો તેની સારવાર થકી માત આપી શકાય છે. જો શરૂઆતના તબક્કામાં તેને ન પકડવામાં આવે અથવા તો યોગ્ય સારવાર ન આપવામાં આવે તો દર્દીના હ્રદયને પણ નુક્સાન પહોંચી શકે છે. જેના કારણે બાળકોને હાર્ટ એટેક પણ આવી શકે છે અને મૃત્યુ પણ થઈ શકે છે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.