સુરત નવી સિવિલ હોસ્પિટલના કુલ 400થી વધુ ચોથા વર્ગના કર્મચારીઓએ તંત્ર સામે બાંયો (SURAT CIVIL HOSPITAL EMPLOYEES STRIKE) ચડાવી છે. તેઓ ત્રણ દિવસથી હડતાળ પર છે. આ કર્મચારીઓ હોસ્પિટલના (SURAT CIVIL HOSPITAL) સુપરિન્ટન્ડન્ટ ઑફિસની બહાર જ 2 રાતથી પડતર માગણીઓને (SURAT CIVIL HOSPITAL EMPLOYEES DEMAND ) લઈને વિરોધ પર બેઠા છે.
હડતાળના સ્થળે ઉજવે છે નવરાત્રિ આ કર્મચારીઓ છેલ્લા ત્રણ દિવસથી હડતાળના સ્થળ (SURAT CIVIL HOSPITAL EMPLOYEES STRIKE) પર જ જમે છે. સાથે જ તેઓ નવરાત્રિનો ઉત્સવ પણ અહીં જ ઉજવી રહ્યા છે. અહીં જ મહિલા કર્મચારીઓ રાત્રે ગરબા પણ રમી રહ્યાં છે, પરંતુ હજી સુધી હોસ્પિટલના તંત્ર દ્વારા આ કર્મચારીઓની માગ (SURAT CIVIL HOSPITAL EMPLOYEES DEMAND) સંતોષવામાં આવી નથી.
1 તારીખથી અમારો 15,000 પગાર થવો જોઈએ કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમે બધા જ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી અહીં હડતાળ (SURAT CIVIL HOSPITAL EMPLOYEES STRIKE) ઉપર બેઠા છીએ. કારણ કે, અમારો પગાર વધારો કરવામાં આવ્યો નથી. અમારો પગાર 15,000 થવો જોઈએ. અમે રાત દિવસ હડતાળ ઉપર બેઠા છીએ, પરંતુ અમારી માગ સંતોષવામાં આવતી નથી. તથા હોસ્પિટલના તંત્ર અમને એમ કહે છે કે, તમારી જેટલી પણ માગણીઓ છે. તે અમારા હાથમાં નથી, તેં રાજ્ય સરકારના (Gujarat State Governement )હાથમાં છે.
સરકારને પણ માગ સંતોષવામાં રસ નથી લાગતો તો રાજ્ય સરકાર (Gujarat State Government) પણ અમારી માગ સંતોષતી નથી. 1 તારીખથી અમારો 15,000 રૂપિયા પગાર થવો જોઈએ. જ્યારે અમારી નોકરી શિફ્ટ વાઈઝ થવી જોઈએ. 10, 15 દિવસ થઈ જાય તેમ છતાં અમારો પગાર સમય ઉપર થતો નથી. અમે માનીએ છીએ કે, પૈસા મોડેથી આવતા હશે એટલે અમારો પગાર પણ લેટ થતો હશે. પરંતુ આવું કાયમ કરવામાં આવે છે.
અમને વધારાના પૈસા અપાતા નથી વધુમાં કર્મચારીઓએ જણાવ્યું હતું કે, અમને હોસ્પિટલના તંત્ર (Surat Civil Hospital) દ્વારા એમ કહેવામાં આવે છે કે, અમે બહારથી માણસો બોલાવીને હોસ્પિટલમાં કામ કરાવીશું. એમને પૈસા અપાય છે અને અમે આટલા વર્ષોથી કામ કરી રહ્યા છે, પરંતુ અમને વધારાના પૈસા આપવામાં આવતા નથી. અમે અમારી માગને લઈને બેઠા છીએ. આના કારણે હોસ્પિટલમાં ખૂબ જ ગંદકી પણ જોવા મળી રહી છે. અમારી વિનંતી છે કે, સરકાર અમારી વાત સાંભળે અને અમારી માગણી સંતોષે.
રજૂઆતો સરકારને મોકલી છતાં કોઈ કાર્યવાહી નથી થઈ આ બાબતને લઈને નવી સિવિલ હોસ્પિટલના સિનિયર RMO ડો કેતન નાયકે જણાવ્યું હતું કે, આ તમામ કર્મચારીઓની જે માગ છે. તેને સંતોષવી અમારા હાથમાં નથી. આ તમામ કર્મચારીઓની માગ રાજ્ય સરકાર સંતોષી શકે છે. છતાં 24 સપ્ટેમ્બરે જ્યારે આ તમામ કર્મચારીઓ દ્વારા હોસ્પિટલના સુપરિન્ટન્ડન્ટને આ બાબતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે અમે તેમની જે પણ માગણી હતી તે તમામ માંગણીઓ રાજ્ય સરકારને મોકલી આપી હતી. પરંતુ ત્યાંથી કોઈ કાર્યવાહી થઈ નથી. જોવા જઈએ તો આ તમામ કર્મચારીઓનો કુલ પગાર 10,000 છે. અને તેમને પીએફ અને ટીડીએસ કપાઈને મળે છે. એમ તો 13,000 હજાર રૂપિયા પગાર છે. હવે આ લોકો કાયમી કરવાનું કહે છે, પરંતુ કાયમી પણ અમે કઈ રીતે કરી શકીએ.