સુરતઃ PCB પોલીસે એક આરોપીની ધરપકડ કરી ચિકલીગર ગેંગનો પર્દાફાશ (Chikligar Gang Terror in Surat) કર્યો છે. આ આરોપીએ વર્ષ 2019માં ઉધનામાં પોલીસ ઉપર ઈકો કાર ચઢાવી કચડવાનો પ્રયાસ કર્યો હતો. ચિકલીગર ગેંગનો આ મુખ્ય સૂત્રધાર 2014થી ફરાર હતો. ત્યારે પોલીસે ફાયરિંગ (Surat PCB Police exposed Chikligar Gang) પણ કર્યું હતું.
સુરતમાં ચિકલીગર ગેંગનો હતો આતંક - આ અંગે મળતી માહિતી અનુસાર, સુરત શહેરના વિવિધ વિસ્તારમાં ઘરફોડ ચોરી સહિત લૂંટના ગુનાઓને અંજામ આપનારી ચિકલીગર ગેંગના (Chikligar Gang Terror in Surat) મુખ્ય સૂત્રધારને PCB પોલીસે દબોચી લીધો હતો. આરોપીએ વર્ષ 2019માં ઉધનામાં પોલીસને કારથી કચડી ભાગવાનો પ્રયાસ પણ કર્યો હતો. PCB પોલીસને વર્ષ 2014થી નાસતાફરતા વોન્ટેડ ચિકલીગર ગેંગના મુખ્ય (Chikligar Gang Terror in Surat) સૂત્રધારની બાતમી મળી હતી. બાતમી મળતા ડિંડોલી ભેસ્તાન ચાર રસ્તા પાસે પેટ્રોલિંગ દરમિયાન ચિકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર 33 વર્ષીય રાજબીર ઉર્ફે જનરલસિંગને ઝડપી પાડ્યો હતો. આ ચિકલીગર ગેંગનો મુખ્ય સૂત્રધાર 26 જેટલા ગુનાઓ આચર્યા હોવાની કબૂલાત કરી છે.
આ પણ વાંચોઃ Nellore gang Andhra Pradesh: ચોરી કરતી આંતર રાજ્ય આંધ્રપ્રદેશની નેલ્લોર ગેંગને DCB પોલીસે ઝડપી પાડી
પોલીસે તેને પકડવા ફાયરિંગ પણ કર્યું હતું - સુરત શહેરમાં અને જિલ્લામાં તેનો ખૂબ મોટો આતંક (Chikligar Gang Terror in Surat) જોવા મળતો હતો. ચિકલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર જનરલ સિંગની મોડસ ઓપરેન્ડી ખૂબ જ અલગ પ્રકારની હતી. શહેર અને જિલ્લાની અંદરથી કાર ચોરી કરતો હતો અને તે જ વાહનનો ઉપયોગ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતો હતો. તે વાહન ચોરી, ખૂનના પ્રયાસ વગેરે અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે. આવી જ એક ચોરીની કાર લઈને જતી વખતે વર્ષ 2019માં ઉધના ઝોન ઓફિસ નજીક પોલીસે તેને રોકવા પ્રયાસ કર્યો તો પોલીસ ઉપર કાર ચઢાવી દઈ ભાગી (Chikligar Gang Terror in Surat) છૂટ્યો હતો. પોલીસે તેને પકડવા ફાયરિંગ પણ કર્યું હતું, પરંતુ તે ભાગવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચોઃ Chhotaudepur Theft Case : દિવસે રેકી કરી રાત્રે ચોરીને અંજામ આપતા 2 આરોપી ઝડપાયા
બીજા કયા ગુના કર્યા છે તે અંગે તપાસ શરૂ - આરોપીના સસરા અને ભાઈની પણ અનેક ગુનામાં સંડોવણી આરોપીની પૂછપરછ કરતાં તેણે અત્યાર સુધીમાં 26 ગુનાઓને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી છે. હજી પણ વધુ તપાસમાં બીજા કોઈ ગુના કરેલા છે કે, કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. રાજબીરસિંગનો ભાઈ નાનકસિંગ અને સસરા ઘુઘરુસિંગ પણ તેની સાથે અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. સુરત શહેર અને નવસારી જિલ્લામાં પણ અનેક જગ્યાઓ ઉપર ચીકલીગર ગેંગના મુખ્ય સૂત્રધારે ઘટનાઓને અંજામ (Chikligar Gang Terror in Surat) આપવામાં આવી છે.