ETV Bharat / city

સુરત છઠપૂજા : લોકો તૈયારી ન કરી શકે માટે કોઝવે બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો - છઠપૂજા

સુરતમાં અલગ-અલગ 25 જગ્યાએ છઠ પુજા (Chhath Puja ) થતી હોય છે અને દરેક જગ્યાએ હજારોની સંખ્યામાં લોકો એકત્ર થાય છે. પરંતુ આ વર્ષે સરકારની ગાઈડલાઈન પ્રમાણે માત્ર 400 લોકો એકત્ર થઇ શકે છે જેના કારણે છઠપૂજા સમિતિઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. આ સંસ્થામાંથી એક બિહાર વિકાસ મંડળ દ્વારા છઠપૂજા રદ્દ કરી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરે રહીને જ પૂજા કરે.

બિહાર વિકાસ મંડળ દ્વારા છઠપૂજા રદ્દ કરી લોકોને અપીલ

author img

By

Published : Nov 8, 2021, 4:04 PM IST

  • સુરતમાં અલગ-અલગ 25 જગ્યાએ છઠ પુજા
  • સરકારની ગાઈડ લાઈન પ્રમાણે માત્ર 400 લોકો એકત્ર થઇ શકે
  • બિહાર વિકાસ મંડળ દ્વારા છઠપૂજા રદ્દ કરી લોકોને અપીલ

સુરત : સુરતમાં લાખોની સંખ્યામાં રહેતા બિહાર અને ઝારખંડના લોકો છઠ પૂજા (Chhath Puja ) કરતા હોય છે અને છઠપૂજાની રોનક તાપી નદી કિનારે જોવા મળતી હોય છે પરંતુ ગયા વર્ષે કોરોનાના કારણે લોકો તાપી નદી કિનારે છઠ પૂજા કરી શકયા નહોતા. સુરતમાં અલગ-અલગ 25 જગ્યાએ છઠ પુજા થતી હોય છે, પરંતુ આ વર્ષે સરકારની ગાઈડ લાઈન પ્રમાણે માત્ર 400 લોકો એકત્ર થઇ શકે છે જેના કારણે છઠપૂજા સમિતિઓ અસમંજસની સ્થિતિમાં મુકાઈ ગયા છે. આ સંસ્થામાંથી એક બિહાર વિકાસ મંડળ દ્વારા છઠપૂજા રદ્દ કરી લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ઘરે રહીને જ પૂજા કરે.

બિહાર વિકાસ મંડળ દ્વારા છઠપૂજા રદ્દ કરી લોકોને અપીલ

ગાઈડલાઈન મુજબ માત્ર 400 લોકો કોઇપણ કાર્યક્રમમાં એકત્ર થઇ શકે

સુરતમાં બિહાર અને ઝારખંડના આશરે સાત લાખ લોકો વસે છે. બિહાર અને મુંબઈ બાદ સૌથી વધુ છઠપૂજાની રોનક સુરતમાં જોવા મળતી હોય છે. ગયા વર્ષે કોરોનાવાયરસની મહામારીના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં છઠ પૂજા કરવા માટેની પરવાનગી અપાઈ નહોતી, પરંતુ આ વર્ષે કોરોના કેસો ઓછા થતાં સુરતમાં રહેતા બિહાર અને ઝારખંડના લોકોને છઠ પૂજા જાહેરમાં થઈ શકશે તેવી આશા હતી પરંતુ આ વર્ષે છઠ પૂજાને લઇ અસમંજસની સ્થિતિ ઉભી થઇ રહી છે, કારણ કે સરકારની ગાઈડલાઈન મુજબ માત્ર 400 લોકો કોઇપણ કાર્યક્રમમાં એકત્ર થઇ શકે છે જ્યારે સુરતમાં છઠ પૂજા દરમિયાન એક જ જગ્યાએ 25 હજારથી વધુ લોકો એકત્ર થતાં હોય છે અને સુરતમાં 25 જગ્યાએ છઠ પૂજા નું આયોજન થતું હોય છે.

સુરત છઠ પૂજા
સુરત છઠ પૂજા

એક જ જગ્યાએ આશરે 30થી 40 હજાર લોકો એકત્ર થાય છે

બિહાર વિકાસ મંડળ દ્વારા દર વર્ષે સુરતના કોઝવે ખાતે છઠ પૂજા માટે તૈયારીઓ કરવામાં આવે છે અને અહીં હજારોની સંખ્યામાં બિહાર અને ઝારખંડના શ્રદ્ધાળુ છઠ પૂજા કરતા હોય છે. પરંતુ બિહાર વિકાસ મંડળ દ્વારા આ વખતે કોઝવે ખાતે કરવામાં આવતી છઠપૂજા કાર્યક્રમને રદ કરવામાં આવ્યો છે. મંડળના પ્રમુખ પ્રભુદાસ યાદવે જણાવ્યું હતું કે, દર વર્ષે અમારા આયોજનમાં આશરે 30થી 40 હજાર લોકો એકત્ર થાય છે જ્યારે સરકારની માને તો 25,000 લોકો છઠ પૂજા કરતા હોય છે. આ વખતે કોઝવેની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અમને પૂજા માટે ડેરીઓ બનાવવા માટે પરવાનગી આપવામાં આવી નથી. કાર્યક્રમમાં સરકાર દ્વારા ૪૦૦ જેટલા લોકોને અનુમતિ આપવામાં આવી છે ત્યારે કોને આ પરવાનગી આપવી એ મોટો પ્રશ્ન છે. 400 લોકોને પરવાનગી આપે છે તો હજારો લોકો આ સ્થળે આવી શકે છે જેથી અમે કોઝવે ખાતે આયોજન રદ્દ કરી લોકોને અપીલ કરી છે કે લોકો પોતાના ઘરે જ રહીને સોસાયટીમાં જ પૂજા કરે.

સુરત છઠ પૂજા
સુરત છઠ પૂજા

આ પણ વાંચો: દિવાળીની ખરીદીમાં વોકલ ફોર લોકલની અસર: બિહારથી સુરત આવી વેપારી વેચી રહ્યો છે દીવડા

કોઝવે ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો

સુરતમાં બિહાર અને ઝારખંડના સાત લાખ લોકો ઉધના પાંડેસરા ડિંડોલી સહિત અન્ય સ્થળો પર છઠ પૂજા કરતા હોય છે, જેમાંથી એક કોઝવે પણ છે કોઝવેની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી લોકો અહીં પૂજા માટે એકત્ર ન થાય અને છઠ પૂજા માટે બનાવવામાં આવનાર ડેરીઓ પર ન બનાવી શકે. બિહાર વિકાસ મંડળ અને પોલીસ વચ્ચે અનેક ચર્ચાઓ પણ થઇ હતી પરંતુ આ વ્રત પહેલા જ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને કોઇને પણ કોઝવેની અંદર જવાની પરવાનગી આપવામાં આવી નથી જેને કારણે લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો: સુરતના પારસી પરિવારને ભગવાન સ્વામિનારાયણ દ્વારા આપવામાં આવેલા પાઘ અને શ્રીફળ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.