સુરત: સચિન જીઆઈડીસીમાં કેમિકલ લીકેજ (Surat chemical scam)ના કારણે 6 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને આશરે 29 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ કેમિકલ કાંડમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે (Surat crime branch at chemical scam) ચાર લોકોની ધરપકડ કરી છે. મુંબઈથી વેસ્ટ કેમિકલ અંકલેશ્વર લાવીને બીજા ટેન્કરમાં ભરી સુરતના સચિન જીઆઇડીસી ખાતે ડિસપોઝલ (disposal site at sachin gidc) માટે લાવવામાં આવ્યું હતું. હત્યારાઓએ પોતાના નફા માંથી પ્રતિ લીટર ચાર રૂપિયા બચાવવા માટે આ કાવતરું રચ્યું હતું..
કેમિકલ લીકેજ ઘટનાના તાર મુંબઇ સુધી પહોંચ્યા
સુરતના સચિન વિસ્તાર ખાતે આવેલા જીઆઇડીસીમાં વહેલી સવારે ઝેરી કેમિકલ લિકેજ (Surat Chemical Leakage)ને કારણે ગૂંગળામણથી 6 શ્રમિકો મૃત્યુ પામ્યા હતા. હચમચાવી દેનાર આ ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચે જ્યારે તપાસ શરૂ કરી તો આ ઘટનાના તાર મુંબઇ સુધી પહોંચ્યા હતા. ઘટનામાં પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. સુરત પોલીસે પ્રેમ ગુપ્તા, આશિષ ગુપ્તા, રામપ્રકાશ તોમર અને જય પ્રતાપની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આશિષ ગુપ્તા વડોદરામાં એક કંપની ધરાવે છે આ કંપનીનું નામ સંગમ એનવાયરો છે. આશિષના બે પાર્ટનર છે આ કંપનીના માધ્યમથી તેઓએ મુંબઈની એક ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી વેસ્ટેજ કેમિકલ મંગાવ્યું હતું, જેથી ગેરકાયદેસર રીતે કેમિકલનો નાશ કરી વધારે રૂપિયા કમાઈ શકે.
કેમિકલ નાખવાનીના પાડી દીધી
મુંબઈથી સોડિયમ હાઇડ્રો સલફાઇડ નામનું કેમિકલ ટ્રકના માધ્યમથી અંકલેશ્વર ખાતે આવ્યું હતું, પરંતુ એક હોટલ નજીક આ કેમિકલને બીજા ટેન્કરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. કારણકે મુંબઈથી ટેન્કર લાવનાર વ્યક્તિએ તેને જાહેર ખાડીમા નાખવાની ના પાડી દીધી હતી. જેથી બીજા ટેન્કરમાં આ કેમિકલ ભરીને સચીન જીઆઇડીસી ખાતે મોકલવામાં આવ્યું હતું. જેમાં આરોપી પ્રેમ પ્રકાશે મદદ કરી હતી. મુખ્ય આરોપી આશિષ ગુપ્તાના ભાઈ સંદીપ ગુપ્તા પણ આ કેસમાં સંડોવાયેલ છે જે હાલ પોલીસની ગિરફતમાં આવ્યો નથી. સુરતના કુખ્યાત આશિફ ટમેટા ગેંગમાં અગાઉ આ એક સભ્ય તરીકે રહી ચૂક્યો છે અને ગુજસિકોટ કાયદા હેઠળ તેની ધરપકડ પણ થઈ ચૂકી છે. હાલ સંદીપ જામીન પર છે, પરંતુ પોલીસ તેની આ મામલે શોધ કરી રહી છે..
આ પણ વાંચો:
Crime Case In Surat: સુરતમાં પિતાને જ પુત્રએ પેટમાં ચાકુ મારતા આવ્યા 20 ટાકા
Third wave in Gujarat: નાણા પ્રધાને કહ્યું રાજ્યમાં લોકડાઉનની જરૂર પડશે નહીં