- નાણાપ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં બજેટ રજૂ કર્યું
- ટેક્સટાઈલ પોલીસી હેઠળ ઉદ્યોગોને 1500 કરોડની સહાયની જોગવાઇ
- આ બજેટને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવકારવામાં આવ્યું
સુરતઃ નાણા પ્રધાન નીતિન પટેલે વિધાનસભામાં ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટુ બજેટ રજૂ કર્યું છે. જેમાં ગુજરાતના દરેક તબક્કાના લોકોને આવરી લેવામાં આવ્યાં છે. સુરત માટે મેટ્રો અને બુલેટ ટ્રેન માટે ખાસ જાહેરાત કરાઈ છે. એટલું જ નહીં ટેક્સટાઈલ પોલીસી હેઠળ ઉદ્યોગોને 1500 કરોડની સહાયની જોગવાઇ પણ કરવામાં આવી છે. ટેકસટાઇલ પાર્કની વાત પણ નાણાપ્રધાને કરી છે. સુરતના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે બજેટને ETV Bharatના એપ પર જોયું હતું.
ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ ખુબ જ સરાહનીય
તેઓએ જણાવ્યું હતું કે, આવનારા દિવસોમાં આ જાહેરાતના કારણે ટેકસટાઈલ ઉધોગને ખૂબ જ લાભ થશે. એટલું જ નહીં ડાંગને કેમિકલ ફ્રી ઉત્પાદન કરતો જિલ્લો બનાવવાનો ઉદ્દેશ પણ ખુબ જ સરાહનીય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગને મહત્વતા આપીને પાર્કની જાહેરાત કરાઈ છે. તેનાથી ઉદ્યોગને બુસ્ટર મળશે. આ ઉપરાંત મેટ્રો અને બુલેટ ટ્રેન માટેની જોગવાઈ ખુબ જ સરસ છે. ગામડા સુધી લોકોને આ બજેટને કારણે લાભ થશે.