ETV Bharat / city

Surat Bullet Train: સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશન અંદરથી કેવું હશે, જુઓ - બુલેટ ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડ્રિમ પ્રોજેક્ટ

સુરતનાં સાંસદ દર્શના જરદોશે સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનના અંદરના ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં સ્ટેશનની અંદરની ઝલક પહેલી વખત જોવા (Surat Bullet Train Station inside Photos) મળી રહી છે. જોકે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પહેલું સ્ટેશન સુરતમાં વર્ષ 2024 સુધીમાં તૈયાર થઈ જશે.

Surat Bullet Train Station inside Photos: સુરતમાં બુલેટ ટ્રેન સ્ટેશન અંદરથી કેવું હશે, જુઓ

author img

By

Published : Feb 11, 2022, 3:35 PM IST

બારડોલીઃ સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન સંસદમાં કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન અંગે માહિતી આપી હતી. ત્યારબાદ કેન્દ્રિય રેલવે રાજ્ય પ્રધાન અને સુરતનાં સાંસદ દર્શના જરદોશે સુરત બુલેટ ટ્રેન સ્ટેશન કેવું હશે. તેની પ્રથમ ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી (MP Darshana Jardosh ) હતી. તેમણે વાસ્તવિક બાંધકામ સ્થળનો એરિયલ શોટ પણ શેર કરી સમગ્ર પ્રોજેકટને સુરતનું ગૌરવ (Surat Bullet Train Station inside Photos) હોવાનું જણાવ્યું હતું.

  • Sharing with you all, 1st glimpse of graphical representation of Surat's Bullet Train station.

    The state-of-the-art multi-level station will have external facade and interiors of the station resemble a sparkling diamond - the pride of Surat city. #NayeBharatKiNayiRail #Surat pic.twitter.com/YQppvzEF8Z

    — Darshana Jardosh (@DarshanaJardosh) February 10, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

આ પણ વાંચો- Surat Bullet Train Project: સી.એમ સાથે રેલવે પ્રધાને લીધી ભારતની સૌપ્રથમ હાઈ-સ્પીડ રેલ નેટવર્કની મુલાકાત

સુરતમાં 13 કિલોમીટર સુધીના પિલરનું કામ પૂર્ણ

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ (Narendra Modi Dream Project) ગણાતા અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. કેન્દ્રિય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેનનું સૌથી પહેલું સ્ટેશન સુરતમાં (First Bullet Train Station in Surat) બનાવવામાં આવશે. 13 કિલોમીટર સુધીના પિલરનું કામ પૂરું થયું છે. તેમ જ દર મહિને 5 કિલોમીટર એરિયામાં કામ કરવામાં આવી રહ્યું છે. આ કામને આગામી દિવસોમાં બમણું કરી 10 કિલોમીટર પ્રતિ મહિને કરવાનો લક્ષ્યાંક છે.

સાંસદ દર્શના જરદોશે સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો

આ પણ વાંચો- Two More Bullet Train Projects in India : 2022માં દેશમાં નવા બે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તૈયારીઓમાં ભારત સરકાર

મુંબઈ-અમદાવાદ રૂટ પર 12 સ્ટેશન બનશે

મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ કોરિડોર 508 કિલોમીટર લાંબો છે. આમાંથી 352 કિલોમીટર વિસ્તાર ગુજરાતના 8 જિલ્લાઓમાંથી પસાર થાય છે. આ કોરિડોરમાં કુલ 12 સ્ટેશન હશે. આમાં અમદાવાદ, સાબરમતી, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, વિરાર, બોઈસર, થાણે અને મુંબઈનો સમાવેશ થાય છે. જ્યારે સૌથી પહેલા સુરતનું રેલવે સ્ટેશન બનીને (First Bullet Train Station in Surat) તૈયાર થશે.

બુલેટ ટ્રેન સ્ટેશન સુરત શહેરનું ગૌરવઃ સાંસદ દર્શના જરદોશ

આ અંગે રેલવે અને ટેક્સટાઈલ રાજ્ય પ્રધાન દર્શના જરદોશે ગુરુવારે સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યા હતા. તેમણે સુરતના બુલેટ ટ્રેન સ્ટેશન માટે ગ્રાફિકલ રજૂઆતની પ્રથમ ઝલક પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરી હતી. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, "સુરતના બુલેટ ટ્રેન સ્ટેશનની ગ્રાફિકલ રજૂઆતની પહેલી ઝલક તમારા સમક્ષ શેર કરું છું. આ સ્ટેશનનો આંતરિક ભાગ ચમકતા હીરા જેવો હશે. સુરત શહેરનું ગૌરવ. આ સ્ટેશન સુરતને અડીને આવેલા પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બની રહ્યું છે.

બાંધકામનો એરિયલ શોટ પણ શેર કર્યો

તેમણે ત્રણ છબીઓ પણ શેર કરી હતી, જેમાં આગામી બુલેટ ટ્રેનના બાહ્ય અને આંતરિક બંને ગ્રાફિકલ્સ અને વાસ્તવિક બાંધકામ સ્થળનો એરિયલ શોટ પણ શેર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017માં આ પ્રોજેકટની શરૂઆત કરવામાં આવી હતી. જે વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાની ધારણા હતી. જોકે, મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વિલંબના કારણે અને માર્ચ 2020માં દેશવ્યાપી લૉકડાઉનના કારણે મુદ્દત વર્ષ 2028 સુધી લંબાવવામાં આવી છે. 9 ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતમાં 98.63 ટકા જમીન સંપાદન, દાદરા નગર હવેલીમાં 100 ટકા અને મહારાષ્ટ્માં 60.2 ટકા જમીન સંપાદન થઈ શક્યું છે. વર્ષ 2026માં સુરત અને બીલીમોરા વચ્ચે 50 કિલોમીટરના રૂટ પર પ્રથમ બુલેટ ટ્રેનની ટ્રાયલ રન કરવામાં આવશે એવી જાહેરાત રેલવે પ્રધાન અગાઉ કરી ચૂક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.