ETV Bharat / city

સુરતમાં ભાજપના દીપન દેસાઈ 20 કરોડની સંપતિ સાથે સૌથી ધનિક ઉમેદવાર - bjp for gujarat

ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ અનેક ધનિક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે વાત કરવામાં આવે ભાજપની તો ભાજપના સૌથી ધનિક ઉમેદવાર દીપન દેસાઈ છે. ઉમેદવારી પત્રકમાં દાખલ એફિડેવિટમાં તેઓએ પોતાની આવક 20 કરોડ જેટલી બતાવી છે અને તેમણે જણાવ્યું હતું કે, સ્માર્ટ સિટીને વધુ વેગ આપવા માટે તેઓ ચૂંટાઈને આવ્યા બાદ અનેક કામો કરશે.

ક્રેડાઇના સેક્રેટરી છે દીપન દેસાઈ
ક્રેડાઇના સેક્રેટરી છે દીપન દેસાઈ
author img

By

Published : Feb 15, 2021, 2:41 PM IST

  • ક્રેડાઇના સેક્રેટરી છે દીપન દેસાઈ
  • વોર્ડ નંબર 20 ખટોદરા, મજુરા સગરામપુરાથી ભાજપના ઉમેદવાર છે
  • સુરતને wifi સિટી બનાવવા માટે અગ્રેસર રહેશેઃ દીપન દેસાઈ

સુરતઃ ક્રેડાઇના સેક્રેટરી દીપન દેસાઈને ભાજપે ટિકિટ આપી છે. તેઓ વોર્ડ નંબર 20 ખટોદરા, મજુરા સગરામપુરાથી ભાજપના ઉમેદવાર છે. તેઓ બિલ્ડર છે અને પોતાની આવક 20 કરોડ રૂપિયાથી પણ વધુ સંપતિનો ઉલ્લેખ કર્યો છે. દીપન દેસાઈએ મહારાષ્ટ્રના પુણા ડિપ્લોમા ઇન સિવિલ એન્જીનીયરીંગ કર્યું છે અને તેઓ ઘણા વર્ષોથી ભાજપના સક્રિય કાર્યકર્તા તરીકે કાર્યરત છે. શહેરમાં ઉભેલા તમામ ઉમેદવારો માટે તેઓ સૌથી ધનિક ઉમેદવાર તરીકે સામે આવ્યા છે. આ વખતે ભાજપ અનેક યુવાઓને વધુ દાવેદારી આપી છે જેમાંથી એક દીપન દેસાઇ પણ છે .

સુરતઃ ભાજપના દિપન દેસાઈ 20 કરોડ રૂપિયાની આવક સાથે સૌથી ધનિક ઉમેદવાર

1995થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે

દીપન દેસાઈએ જણાવ્યું હતું કે, તેઓ બિલ્ડર છે અને દરેક કાર્યકર્તા કોઈના કોઈ ક્ષેત્ર સાથે જોડાયેલો હોય છે. પરંતુ બિલ્ડર હોવા છતાં તેઓ વર્ષ 1995 થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલ છે અગાઉ તેવો વિદ્યાર્થી સંગઠનમાં હતા. તેમણે જણાવ્યું હતું કે સુરતને wifi સિટી બનાવવા માટે અગ્રેસર રહેશે. સુરતને વધુ વિકસિત શહેર બનાવવા માટે પ્રયત્ન કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.