સુરતઃ ટામેટાના ખેડૂતો હવે આત્મનિર્બર બની રહે એ માટે સુરત એપીએમસી માર્કેટ દ્વારા ખાસ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાત અને અન્ય રાજ્યોમાં ટામેટાનુ ઉત્પાદન હંમેશાથી સારું રહ્યું છે અને ટામેટાની ખેતી કરનાર ખેડૂતોને યોગ્ય વળતર મળે અને ઉચ્ચ ગુણવત્તાના ટામેટાનો સદુપયોગ કરી શકાય આ ઉદ્દેશથી સુરત એપીએમસી માર્કેટ વિદેશોમાં મળતા પીઝાના કેચઅપથી પણ સારો ગુણવત્તાવાળો કેચઅપ બનાવવાનું શરૂ કર્યું છે. જે સુરત સહિત અન્ય રાજ્યોમાં મોકલવામાં આવશે.
આત્મનિર્ભર અભિગમ: સુરત APMCએ ટામેટા કેચઅપ બનાવવાનું કર્યુ શરૂ
સુરત એપીએમસીએ આત્મનિર્ભર ભારત અભિયાનને સાર્થક કર્યું છે. ખેડૂતોને લાભ થાય તે માટે સુરત એપીએમસીએ ટામેટા કેચઅપ બનાવવાનું શરૂ કર્યુ છે. આ કેચઅપ ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં પણ મોકલવામાં આવશે અને તેના ઉત્પાદનથી ટામેટાના ખેડૂતોને મોટો ફાયદો થશે.
Tomato souce