સુરત: પલસાણાના ગંગાધરાના ગાંગપુર ગામ નજીકના રેલવે ટ્રેક પાસેની ઝાડીમાંથી એક યુવતી ઈજાગ્રસ્ત હાલતમાં મહિલા મળી આવી હતી. અત્યાર સુધી યુવતીના પરિવારની કોઈ જાણકારી મળી નથી. અનેક ઈજાઓ જોઈ યુવતીને 108ની મદદથી સારવાર માટે સિવિલ ખસેડાઈ હતી. યુવતીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લવાતા ડોકટરો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા. ઘટનાની તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે, મહિલા માનસિક બીમાર હતી. ડોક્ટરોએ તપાસમાં મહિલા પર દુષ્કર્મ થયું હોવાની આશંકા બાદ તેણીને સારવાર માટે દાખલ કરવામાં આવી હતી.
યુવતી બેભાન અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં ઝાડીઓ વચ્ચે પડી હતી. આરપીએફ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી હતી. હાથે પગે ફ્રેક્ચર અને મોઢા પર ગંભીર ઈજા દેખાઈ રહી હતી.