Surat ACB Raid : સુરત જીપીએફ વિભાગનો સિનીયર કલાર્ક ACBના સકંજામાં ઝડપાયો - સુરત એસીબી દરોડો
સુરત શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં સિનીયર કલાર્ક જી.પી.એફ. વિભાગનો કર્મચારી લાંચ લેતાં ઝડપાયો હતો. વર્ગ-3 કર્મચારીને ACB એ 7,000 રૂપિયાની લાંચ લેતા સુરત એસીબીએ ઝડપી (Surat ACB Raid ) તેના વિરુદ્ધ આગળની કાર્યવાહી (Corruption Crime in Surat GPF)હાથ ધરી છે.
સુરતઃ સુરત શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરીમાં સિનીયર કલાર્કની એ.સી.બીએ લાંચ લેતા (Surat ACB Raid )ઝડપી પાડયો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કચેરીમાં સીનીયર કલાર્ક તરીકે ફરજ બજાવતા વર્ગ-3 સમીરભાઈ રૂસ્તમભાઈ ભગતની કચેરીમાં ફરિયાદીએ પતિનું અવસાન થયેલું હતું તેના જી.પી.એફ.ના નાણાં મેળવવા અરજી કરી હતી.
આ પણ વાંચોઃ Corruption in fire department: રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ફાયર ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયો
ચેક તૈયાર કરવા નાણાંની માગણી -જેને લઇને આરોપી સમીરભાઈ રૂસ્તમભાઈ ભગતે ફરિયાદી પાસે જી.પી.એફ.ના નાણાંનો ચેક તૈયાર કરી આપવા માટે 7,000 રૂપિયાની ગેરકાયદેે માગણી (Corruption in Surat GPF)કરી હતી. ફરિયાદી લાંચ આપવા ન માગતા હોવાથી તેમણે એ.સી.બી નો (Surat ACB Raid )સંપર્ક કર્યો હતો. જેથી એ.સી.બી ની ટીમે આજરોજ આરોપીને ફરિયાદી પાસે 7,000 રૂપિયા લેતા રંગે હાથે ઝડપી (Corruption Crime in Surat GPF)પાડયો હતો.
ફરિયાદીના પતિના અવસાન બાદના નાણાંમાં લાંચ લેવી હતી -આ બાબતે ટ્રેપિંગ અધિકારી એ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર એ.કે.ચૌહાણે (Surat ACB Raid )જણાવ્યુ કે ગતરોજ એ.સી.બી પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ આવી હતી કે ફરિયાદીના પતિનું અવસાન થયેલું હોઇ અને તેઓના જી.પી.એફ.ના નાણાં મેળવવા ફરિયાદીએ અરજી કરેલી હતી. આ જી.પી.એફ.ના નાણાંનો ચેક તૈયાર કરી આપવા આ કામના આરોપીએ ફરીયાદી પાસે લાંચ પેટે 7,000 રૂપિયાની માંગણી કરી હતી.
વોચ ગોઠવી ઝડપી લીધાં - ફરિયાદી આવી લાંચની રકમ આપવા માંગતા ન હોઇ અમારો સંપર્ક કર્યો હતો. જેને લઇને આજરોજ શહેરના જુના બસ સ્ટેન્ડ ભાગળ પાસે આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતની કચેરીના ત્રીજા માળે આવેલ રૂમ નંબર -19ની બહાર અમારી ટીમે વોચ ગોઠવી હતી. ફરિયાદીએ પૈસા આપતાં આરોપી સમીરભાઈ રૂસ્તમભાઈ ભગતને 7,000 રૂપિયા લેતા રંગે હાથે ઝડપી પાડયો હતો. હાલ તેને ડિટેઈન કરી આગળની કાર્યવાહી (Surat ACB Raid ) હાથ ધરવામાં આવી છે.