ETV Bharat / city

સુરતમાં 20 દિવસના માસૂમ બાળક સાથે તાપી નદીમાં ઝંપલાવી મહિલાનો આપઘાતનો પ્રયાસ - Tapi river

સુરતના અડાજણ કેબલ બ્રિજ પરથી મહિલાએ પોતાના 20 દિવસના માસૂમ બાળક સાથે તાપી નદીમાં પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જોકે ફાયર વિભાગે મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી. પરંતુ બાળક પાણીમાં ગરકાવ થઇ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. કસુવાવડ થવાના કારણે બાળકની નાદુરસ્ત તબિયતને લઇ મહિલા ડિપ્રેશનમાં રહેતી હતી. જેના કારણે તેણીએ આ પગલું ભર્યું હોવાની હકીકત પોલીસને જણાવી હતી.

Suicide attempt of a woman
સુરતમાં 20 દિવસના માસૂમ બાળક સાથે તાપી નદીમાં ઝંપલાવી મહિલાનો આપઘાતનો પ્રયાસ
author img

By

Published : Jul 11, 2020, 8:35 PM IST

સુરતમાં બાળક સાથે મહિલાનો આપઘાતનો પ્રયાસ

  • 20 દિવસના બાળક સાથે મહિલાએ તાપી નદીમાં ઝંપલાવ્યું
  • બાળકની નાદુરસ્ત તબિયતને લઈ મહિલા ડિપ્રેશનમાં રહેતી હતી
  • ફાયર વિભાગની ટીમે મહિલાને બચાવી, બાળકની શોધખોળ હાથ ધરાઇ

સુરતઃ જિલ્લામાં અડાજણ કેબલ બ્રિજ પરથી મહિલાએ પોતાના 20 દિવસના માસૂમ બાળક સાથે તાપી નદીમાં પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જોકે ફાયર વિભાગે મહિલાને સુરક્ષિત રીતે બચાવી લીધી હતી. પરંતુ બાળક પાણીમાં ગરકાવ થઇ જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

સુરતમાં 20 દિવસના માસૂમ બાળક સાથે તાપી નદીમાં ઝંપલાવી મહિલાનો આપઘાતનો પ્રયાસ

શહેરમાં એક મહિલાએ 20 દિવસ અગાઉ નવી સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. કસુવાવડના કારણે બાળકની નાદુરસ્ત તબિયતને લઈને મહિલા ડિપ્રેશનમાં રહેતી હતી.

માનસિક તણાવમાં રહેવાને કારણે મહીલા શનિવારે બાળકને સાથે લઈ અડાજણ સ્થિત કેબલ બ્રિજ પર પહોંચી હતી. જ્યા મહિલાએ પોતાના 20 દિવસના માસુમ પુત્ર જોડે તાપી નદીમાં મોતની છલાંગ લગાવી દીધી હતી. જેની જાણકારી સ્થાનિકોને થતા સ્થાનિકોએ ફાયર વિભાગ અને પોલીસને ઘટના અંગેની માહિતી આપી હતી. જેથી નજીકમાં જ ફાયર સ્ટેશન હોવાના કારણે ફાયર જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યાં હતા અને તાપીના કીચડમાં ફસડાઈ પડેલી મહિલાને રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢી હતી. જ્યારે બાળકનો કોઈ પત્તોના લાગતા ફાયર જવાનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ઘટના અંગે અડાજણ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.