- મહાવીર હોસ્પિટલમાં યુરિનની સમસ્યાઓથી પીડાતા મહિલાનું સફળ ઓપરેશન
- 10 વર્ષથી યુરિનની સમસ્યાઓથી પીડાતા હતા.
- નવ વર્ષથી 24 કલાક ડાયપરનો ઉપયોગ કરવો પડતો હતો
સુરત: શહેરની મહાવીર હોસ્પિટલમાં 20 દિવસ પહેલા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં રહેતા 64 વર્ષીય મહિલા જે મુંબઈમાં ઇલેક્ટ્રોનિક ફેક્ટરી ધરાવે છે. દાંપત્યજીવનમાં પોતાના પતિ સાથે રહે છે. તેમને છેલ્લા 10 વર્ષથી યુરિનની સમસ્યાને કારણે પીડાતા હતા. તેમણે છેલ્લા નવ વર્ષથી 24 કલાક ડાયપરનો ઉપયોગ કરવો પડતો હતો. આ સમસ્યાથી છુટકારો કરવા માટે તેમણે મુંબઈ- અમદાવાદ, ચંદીગઢ ઘણા બધા ડોક્ટરોને બતાવ્યા પણ તેનો કોઈ પણ પ્રકારનું સોલ્યુશન આવ્યું નહીં. છેલ્લે તેઓ સુરત મહાવીર હોસ્પિટલના ડોક્ટર સુમોદ કાંબલેનો સંપર્ક કર્યો હતો. ડોક્ટર સુમોદ કાંબલેએ આ પરિવારને યુરિનની સમસ્યાઓ વિશે સાચું માર્ગદર્શન આપી તેમને ઓપરેશન કરાવવા માટે કહ્યું હતું અને આ પરિવારે ઓપરેશન કરાવ્યું પણ અને ઓપરેશન સક્સેસફુલ પણ થઈ ગયું.
મહિલાને 2012 માં યુરિનની સમસ્યા આવી હતી
આ બાબતે મહાવીર હોસ્પિટલના ડોક્ટર સુમોદ કાંબલેએ જણાવ્યું કે, આ એક સિનિયર સિટીઝન કપલ ફેમિલી છે. 64 વર્ષીય આ મહિલા છેલ્લા 2012 થી તેમને યુરિનમાં લીકેજની સમસ્યા સર્જાઇ હતી. જે બાદ તેમણે આના ઉપાય માટે મુંબઈ ચંદીગઢ અમદાવાદ એમ કુલ 27 ડોક્ટરોને બતાવ્યું હતું પરંતુ આની માટે કોઈપણ પ્રકારનો તેમને પોઝિટિવ જવાબ મળ્યો ન હતો. જે બાદ તેમણે મારો સંપર્ક કર્યો હતો. મેં તેમની યુરિનની સમસ્યાઓ જાણી તેમના પાછળના બાકી બધા જ રિપોર્ટ ઓનલાઇન મંગાવ્યા અને એ બધા જ રિપોર્ટનો અભ્યાસ કર્યો હતો. મેં તેમને આ યુરિનના લીકેજના પ્રોબ્લેમને સોલ કરવા માટે ઓપરેશન કરવા માટે માર્ગદર્શન આપ્યું હતું. જે બાદ જ આ કપલ ફેમિલીને સુરત ગત સપ્ટેમ્બર મહિનામાં આવી પહોચ્યું અને મારી આખી ટીમ દ્વારા તેમનું અહીં સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આજે ઓપરેશનના 20 દિવસ બાદ આ મહિલા ખૂબ જ સ્વસ્થ અને તંદુરસ્ત અને પહેલાની જેમ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઐતિહાસિક ઘટનાઃ ગુજરાતમાં પ્રથમ વખત બ્રેઇન ડેડ દર્દીના બન્ને હાથ, ફેફ્સાનું દાન
આ પણ વાંચો: અંગદાન ક્ષેત્રમાં સુરતનું મહત્વનું સ્થાન, અત્યાર સુધીમાં 10 ઘટના બની