- સુરતની મહાવીર હૉસ્પિટલમાં USની NRI મહિલાની સફળ સર્જરી
- ઇન્ટ્રા-સ્ફિન્ટેરિક બોટ્યુલિનમ ટોક્સિનની સર્જરી
- 12 વર્ષથી યુરિનલ સમસ્યાથી પીડાતી હતી મહિલા
- મહાવીર હૉસ્પિટલમાં સર્જરી બાદ નવી જિંદગી મળી
સુરત: સુરતની મહાવીર હૉસ્પિટલમાં 4 મહિના પહેલા USથી એક NRI મહિલા આવી હતી. તેઓ USના ન્યુજર્સી ખાતે રહેતા હતા અને તેઓ સતત 12 વર્ષથી યુરિનલ સમસ્યાથી પીડાતાં હતાં. તેનું ડૉકટરો દ્વારા 3 મહિના પહેલા જ ઑપરેશન કરવામાં આવ્યું હતું. જો કે પ્રથમ સર્જરી સફળ થઈ ત્યારે હૉસ્પિટલમાં સતત તેમની ટ્રીટમેન્ટ કરવામાં આવતી હતી અને હાલ થોડા દિવસ પહેલા જ તેમની બીજી સર્જરી કરવામાં આવી હતી જે સફળ રહી હતી.
રાજ્યમાં સૌ પ્રથમ વખત ઇન્ટ્રા-સ્ફિન્ટેરિક બોટ્યુલિનમ ટોક્સિનની જટિલ સર્જરી
સુરતની મહાવીર હૉસ્પિટલમાં 4 મહિના પહેલા USથી એક NRI મહિલા આવી હતી. તેઓ પેશાબના બ્લોકેજને લઈને છેલ્લા 12 વર્ષથી પીડાતાં હતાં. મહાવીર હૉસ્પિટલના ડૉક્ટરો દ્વારા આ મહિલાને સાજી કરવા માટે 2 સર્જરી કરવી પડી હતી. એક તો 3 મહિના પહેલા અને બીજી હાલ થોડા દિવસો પહેલા. જો કે રાજ્યમાં સૌ પ્રથમ વખત ઇન્ટ્રા-સ્ફિન્ટેરિક બોટ્યુલિનમ ટોક્સિનની જટિલ સર્જરી કરવામાં આવી છે.
સફળ સર્જરી પર ડૉક્ટરે શું કહ્યું?
આ પ્રકારની સર્જરી દેશમાં પેહલી વખત થઈ હોય તેવું માની શકાય છે. આ બાબતે ડૉક્ટર સુબોધ કંબલે કહ્યું કે, "આ NRI મહિલા અમારી પાસે 4 મહિના પહેલા આવી હતી, ત્યારે અમે લોકોએ તેમની સમસ્યા જાણી. ત્યારબાદ થોડાક દિવસ ટ્રીટમેન્ટ ચાલી. આ બાબતે અમે લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વક વિચાર વિમર્શ કર્યા બાદ તેમને પ્રોબ્લેમ ન થાય એ રીતે તેમની પહેલી સર્જરી કરવામાં આવી હતી. ત્યારબાદ ફરી તેમની ટ્રીટમેન્ટ ચાલી હતી અને અને હાલ થોડાક દિવસો પહેલા તેમની બીજી સર્જરી કરવામાં આવી. આ મહિલાના વાલ્વ અને મૂત્રાશય જે અલગ થયા હતા તેની મહિલાને તકલીફ ન થાય તે રીતે સર્જરી કરવામાં આવી હતી. આ પ્રકારની સર્જરી દેશમાં પહેલી વખત થઈ હોય એમ માની શકાય છે."
વધુ વાંચો: છત્તીસગઢનો વેપારી સુરતમાં રીક્ષામાં ભૂલી ગયો દાગીના ભરેલી બેગ, જાણો પછી શું થયું
વધુ વાંચો: મુંબઈનો આરવ પટેલ સુરતમાં આયશા પટેલ બની ગઇ