ETV Bharat / city

ગાંધીનગરમાં આંદોલન કરી રહેલા LRDના વિદ્યાર્થીઓને જેલમાંથી મુક્ત કરવા રજૂઆત

ગાંધીનગર ખાતે અલગ અલગ સ્થળે છેલ્લા 25 દિવસથી LRDના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યાં છે. આંદોલન કરી રહેલા 19 LRDના વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી જેલમાં મોકલી દીધા છે. સુરતના ખાતે વિદ્યાર્થીઓ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિદ્યાર્થીઓને જેલમાંથી મુક્ત કરવા માગ કરી છે.

author img

By

Published : Jan 29, 2021, 9:20 PM IST

Surat District Collector
Surat District Collector
  • પોલીસે ગુનો દાખલ કરી સાબરમતી જેલ મોકલી આપ્યા
  • વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી
  • જેલમાંથી મુક્ત કરવા સુરતના વિદ્યાર્થીઓ માંગ
  • વિદ્યાર્થીઓ જેલની અંદર ઉપવાસ પર
    સુરત

સુરત: LRDની ભરતી પ્રક્રિયાને લઈને ગાંધીનગરમાં વિદ્યાર્થીઓ છેલ્લા 25 દિવસથી અલગ અલગ જગ્યાએ આંદોલન ચલાવી રહ્યા છે. આંદોલન કરી રહેલા 19 વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ગુનો દાખલ કરી વિદ્યાર્થીઓને સાબરમતી જેલ મોકલી આપ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓને જેલમાંથી મુક્ત કરવા સુરતમાં વિદ્યાર્થીઓ માગ કરી રહ્યાં છે.

છોડવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ ધરણા કરશે

શુ્ક્રવારે જિલ્લા કલેક્ટર કચેરી સુરત ખાતે ગાંધીનગરમાં LRDની ભરતી પ્રક્રિયા અંગે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવતા તેમને જેલમાંથી મુક્ત કરવા વિદ્યાર્થીઓ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. આવેદન આપવા આવેલા ચિંતન સંઘાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા 25 દિવસથી ગાંધીનગરની અંદર LRD આંદોલન ચાલી રહ્યું છે. સરકારે કડક વલણ અપનાવી આંદોલનકારીઓની અટકાવયત કરી છે. કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે કે, છેલ્લા પાંચ દિવસથી 19 વિદ્યાર્થીઓને સાબરમતી જેલની અંદર બંધ કરી દેવામાં આવ્યા છે. 10 વિદ્યાર્થીઓ જેલની અંદર ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. નિર્દોષ વિદ્યાર્થીઓ પર ખોટા ગુના દાખલ કર્યા છે. કલેક્ટરને રજૂઆત કરી વિદ્યાર્થીઓને વહેલી તકે છોડવા માંગ કરી છે. જો આગામી દિવસોમાં છોડવામાં નહીં આવે તો ધરણા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.