- શહેરની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થીનીને કોરોન પોઝેટીવ
- આરોગ્ય વિભાગ દ્વારા શાળામાં બંધ કરી દેવામાં આવી
- શાળાની વિદ્યાર્થીઓના રેપીડ ટેસ્ટ તથા RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા
સુરતઃ શહેરની સંસ્કાર ભારતી શાળામાં( Sanskar Bharti Vidyalaya) ધોરણ-11 સાઇન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને કોરોન પોઝીટીવ (Student's coron positive in Surat)આવતા વિદ્યાર્થીનીને તેમનાં જ ઘરે કોરેન્ટાઇન કરવામાં આવ્યા તથા તેમનાં ઘરના તમામ સભ્યોનો રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યા પરંતુ તમામ સભ્યો નેગેટિવ આવ્યા હતા.તેમ છતાં હાલની પસ્થિતિ જોતા SMC આરોગ્ય વિભાગ (Surat Health Department )દ્વારા તમામ સભ્યોના ટ્રાવેલ્સ હિસ્ટ્રી જોઈ હતી પરંતુ કોઈ ટ્રાવેલ્સ હિસ્ટ્રી મળી આવી નઈ હતી. હાલ પરિવારના સભ્યો જ્યાં પણ નોકરી કરી રહ્યા છે ત્યાં પણ બધાનું રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાં પણ બધા નેગેટિવ આવ્યા હતા.
બે દિવસ પેહલા પણ બે શાળાઓમાં વિદ્યાર્થીઓ પોઝેટીવ આવ્યા
સુરત શહેરની સંસ્કાર ભારતી વિદ્યાલયમાં ધોરણ-11 સાઇન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને કોરોન પોઝીટીવ (Student's corona positive Surat)આવતા વિદ્યાર્થીનીને તેમનાં જ ઘરે કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જોકે બે દિવસ પેહલા પણ શહેરની બે શાળાઓમાં બે વિદ્યાર્થીઓને કોરોના પોઝીટીવ આવ્યા હતા. ત્યારે પણ તે શાળાઓને સાત દિવસ માટે બંધ રાખવામાં આવ્યા છે.હવે હાલ સુરત કોર્પોરેશનના આરોગ્ય(Surat Municipal Corporation) વિભાગ એક વર્ગ ખંડ નહિ પરંતુ આખી શાળામાં બંધ કરી દેવામાં આવી છે.જોકે તમામ વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું તમામ વિદ્યાર્થીઓ નેગેટિવ આવ્યા હતા. જોકે તમામવિદ્યાર્થીઓનું રેપીડ ટેસ્ટ તથા RT PCR ટેસ્ટ કરવામાં આવ્યા હતા. હાલ બધા વિદ્યાર્થીઓના RT PCR રીપોર્ટ આવ્યા નથી જેથી તમામ વિદ્યાર્થીઓને ઘરમાં રહેવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
બેદરકારી શાળાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે
સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી ચીફ પ્રદીપ ઉમરીગર દ્વારા એમ કહેવામાં આવ્યુ કે રેપીડ ટેસ્ટ તો પેહલા પણ કરવમાં આવતા હતા અને આ પ્રોસેસ ચાલુ જ છે. અમારી હાલ ઓમિક્રોન વાઇરસને (Omicron variant of Corona )જોતા શહેરના દરેક ઝોનમાં આવેલ સ્કૂલ કોલેજોમાં ધનવંત્રિ ગાડીઓ જાય છે. વિદ્યાર્થીઓ શાળા-કૉલેજના તમામ સંચાલકોનું ટેસ્ટિંગ કરવામાં આવે છે.તથા આ પ્રોસેસમાં બીજી વખત પણ ધનવંત્રી ગાડીઓ જઈ ટેસ્ટિંગ કરી રહી છે.
આ પણ વાંચોઃ Low Attendance of Students in Ahmedabad : ઓમિક્રોન ફેલાતા વાલીઓ અને શાળા સંચાલકો ચિંતામાં