સુરતઃ સુરતમાં તક્ષશિલા આગકાંડ જેવી ઘટના બનતી રહી ગઈ. સુરત શહેરના સિંગણપોર ચાર રસ્તા આવેલ એમ સ્ક્વેર બિલ્ડીંગના ત્રીજા માળે આગ લાગતા 20 જેટલા વિદ્યાર્થીઓ (20 students were trapped in the fire of tuition classes) ફસાયાં હતાં. જેઓને ફાયર વિભાગ દ્વારા સહીસલામત (Students caught fire in Surat) રેસ્ક્યૂ કરવામાં આવ્યાં છે. આગમાં કોઈ પ્રકારની જાનહાનિ થઇ નથી.
ફાયર વિભાગની 10 ગાડી ધસી આવી
એમ સ્ક્વેર બિલ્ડિંગમાં કોઇ કારણોસર ત્રીજા માળે આગ લાગતા દોડધામ (Incidents of fire in Surat 2022) મચી ગઇ હતી. આ આગમાં 20 વિદ્યાર્થીઓ પણ ફસાયાં (Students caught fire in Surat ) હોવાની જાણકારી મળતાં તંત્રના શ્વાસ અદ્ધર થઈ ગયાં હતાં. ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ અને TTL મશીન સહિત ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો. સદનસીબે કોઇ હતાહત થયું નથી અને TTL મશીન દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ (Surat Fire Department Rescue ) કરી લેવામાં આવ્યું છે. આગ ઉપર કાબૂ પણ મેળવી લેવામાં આવ્યો છે. પણ સૌને તક્ષશિલા અગ્નિકાંડની યાદ અપાવી દીધી હતી.
ટ્યુશન ક્લાસીસમાં વધુ વિદ્યાર્થિનીઓ હતી
આ બાબતે ડેપ્યુટી ફાયર ઓફિસર બી. એચ. માખીજાનીએ જણાવ્યું કે આગ ત્રીજા માળે લાગી હતી જ્યાં ટ્યુશન ક્લાસ ચાલી રહ્યાં હતાં. ટ્યુશન ક્લાસીસમાં વધારાની વિદ્યાર્થિનીઓ હતી જેમને સહીસલામત રેસ્ક્યુ કરવામાં આવી છે અને હાલ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. હાલ તો કુલિંગની કામગીરી ચાલી રહી છે.તપાસ બાદ જ ખબર પડશે કે આગ શેને કારણે લાગી હતી. આ આગમાં કોઇ પ્રકારની જાનહાનિ થઈ નથી.
આ પણ વાંચોઃ Fire in dome Tapi Riverfront: સુરતમાં તાપી રિવરફ્રન્ટના ડોમમાં આગ લાગતા આગના ગોટેગોટા હવામાં ઉડ્યા
સુરત મનપાના મેયર સહિત અધિકારી દોડી આવ્યાં
આગની માહિતી (Students caught fire in Surat ) મળતાં જ શહેરના મેયર, ડેપ્યુટી મેયર તથા સ્થાનિક કોર્પોરેટર ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું. મેયર હેમાલીબેને જણાવ્યું કે આ આગમાં ફસાયેલ તમામનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે અને કોઈ જાનહાનિ થઇ નથી.