સુરતઃ અમરોલી વિસ્તારમાં શાળાએ (Accident in Amaroli area of Surat) જતી ધોરણ 9ની વિદ્યાર્થિની સિટી બસની અડફેટે આવતા તેનું મોત થયું હતું. વિદ્યાર્થિની તેના કાકી સાથે શાળાએ જઈ રહી હતી. તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. તો ઘટનાસ્થળે હાજર લોકોએ બસના ચાલકને ઢોર માર (Vandalism in the bus that caused the accident) માર્યો હતો. જોકે, અમરોલી પોલીસે ઘટનાસ્થળે પહોંચીને (Amaroli police at the scene of the accident) મામલો થાળે પાડ્યો હતો.
આ પણ વાંચો- Overspeed Vehicle Drivers : વાહન ઓવરસ્પીડમાં ચલાવતા ઝડપાશો તો થશે મોટી કાર્યવાહી, જાણો નવો નિયમ...
ભત્રીજીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું
અમરોલી વિસ્તારમાં સિટી બસચાલકે કાકી-ભત્રીજીને અડફેટે લેતા ભત્રીજીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું (Student killed in Bus accident in Surat) હતું. તેને જોતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો તથા લોકોએ બસચાલકને ઢોર માર મારી તેને પોલીસને સોંપ્યો હતો. સાથે જ બસમાં તોડફોડ પણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતા અમરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે (Amaroli police at the scene of the accident) પાડ્યો હતો.
આ પણ વાંચો- Accident in Bhavnagar : ભાવનગરમાં કાર ડિવાઈડર પર ચડી સ્ટ્રીટલાઈટ પોલને અથડાતા એકનું મૃત્યુ ચાર ઇજાગ્રસ્ત
રોષે ભરાયા લોકોએ બસમાં તોડફોડ કરી હતી
અમરોલી પોલીસે જણાવ્યા મુજબ, મૃતક કિશોરી છાપરાભાઠા વિસ્તારમાં સ્ટાર ગેલેક્સીની રહેવાસી હતી, જે પોતાના કાકી સાથે શાળાએથી ઘરે જઈ રહી હતી. તે દરમિયાન જ પૂરઝડપે આવી રહેલા સિટી બસચાલકે આ બંને લોકોને અડફેટે લીધા હતા, જેમાં કાકીનો બચાવ થયો હતો, પરંતુ કિશોરીનું ઘટનાસ્થળે મોત (Student killed in Bus accident in Surat) થયું હતું. ત્યારે સ્થાનિક લોકોએ રોષમાં આવીને બસમાં તોડફોડ કરી (Vandalism in the bus that caused the accident) હતી.
શાળાએથી ઘરે આવતા વખતે સર્જાયો અકસ્માત
તો આ અંગે કિશોરીના દાદા બાબુ લિમ્બાચિયાએ જણાવ્યું હતું કે, અમારે ત્રણ સંતાનો છે. એમાં આ અમારી મોટી દીકરી હતી, જેનું નામ ભૂમિ છે. તે ધોરણ-9માં અભ્યાસ કરતી હતી. જ્યારે તેના પિતા સલૂનની દુકાન ચલાવે છે. આજે શાળાએથી ઘરે આવતી વખતે આ ઘટના બની હતી.