ETV Bharat / city

સુરતના વિદ્યાર્થી અને વાલીમંડળો દ્વારા 15 માર્ચના રોજ ધરણા

author img

By

Published : Mar 10, 2021, 12:01 PM IST

આજે બુધવારે સુરતના વિદ્યાર્થી અને વાલીમંડળ એસોસિએશન દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત મેજીસ્ટ્રેટ જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતુ. જેમાં લખવામાં આવ્યું હતું કે, સુરત જિલ્લા શિક્ષણ અધિકારીઓ ગુજરાત સરકારના તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે. આ મુદ્દે સુરતના વિદ્યાર્થી અને વાલીમંડળ દ્વારા ૧૫ માર્ચના રોજ જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસની બહાર ધરણા કરવામાં આવશે.

સુરતના વિદ્યાર્થી અને વાલી મંડળો દ્વારા 15 માર્ચના રોજ ધરણા

  • સુરતના વિદ્યાર્થી અને વાલીમંડળ એસોસિએશન દ્વારા આવેદન
  • જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસની બહાર ધરણા કરવામાં આવશે
  • સુરત જિલ્લા શિક્ષણ અધિકારીઓ ગુજરાત સરકારના તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે
    સુરતના વિદ્યાર્થી અને વાલીમંડળ એસોસિએશન દ્વારા આવેદન

સુરત: આજે બુધવારે સુરતના વિદ્યાર્થી અને વાલીમંડળ એસોસિએશન દ્વારા સુરત શહેર પોલીસ કમિશનર અને સુરત મેજીસ્ટ્રેટ જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું હતુ. જેમાં લખવામાં આવ્યું હતું કે, સુરત જિલ્લા શિક્ષણ અધિકારીઓ ગુજરાત સરકારના તમામ નિયમોનો ભંગ કરી રહ્યા છે. આ મુદ્દે સુરતના વિદ્યાર્થી અને વાલીમંડળ દ્વારા ૧૫ માર્ચના રોજ જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસની બહાર ધરણા કરવામાં આવશે.

આ પણ વાંચો: સુરતઃ NSUIએ ફીમાં રાહત આપવાની કરી માગ

સુરત જિલ્લા શિક્ષણ અધિકારીઓને માત્ર સ્કૂલની જ સમસ્યાઓ દેખાય છે

સુરત શહેર વિદ્યાર્થી અને વાલીમંડળ એસોસિએશનના પ્રમુખ ચિરાગભાઈ ઠક્કર દ્વારા એમ કહેવામાં આવ્યું કે, જિલ્લા શિક્ષણ અધિકારીઓને કરવામાં આવતા પ્રશ્નોના જવાબ આપવામાં કોઈ જ રસ નથી. સુરત DEO કચેરીએ વિદ્યાર્થી અને વાલીઓના પ્રશ્નોને લઈને જઇયે છીએ ત્યારે અમારી સમસ્યાઓ બાબતે આજ સુધી કોઈ જ પ્રકારના પગલાં અને જવાબ આપવામાં આવ્યો નથી. બસ એક લેટર લઈને ઓફિસમાં મૂકી રાખે છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીઓને માત્ર સ્કૂલની જ સમસ્યાઓ દેખાય છે, પરંતુ વિદ્યાર્થીઓની સમસ્યા કે તકલીફો નથી દેખાતી.

આ પણ વાંચો: સુરતમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ

સ્કૂલોમાં લાયકાત વગરના માણસોની ભરતી કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા

સુરત જિલ્લા વિદ્યાર્થી અને વાલીમંડળ એસોસિએશનના પ્રમુખ ચિરાગ ઠક્કર દ્વારા એમ પણ કહેવામાં આવ્યું કે, સુરતમાં ઘણી બધી શાળાઓ એવી છે કે ત્યાં મન ફાવે તેવી ફી લેવામાં આવે છે. સ્કૂલોમાં લાયકાત વગરના માણસોને ભરતી કરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા સ્ટુડન્ટ અને વાલીમંડળ એસોસિએશન દ્વારા 15 માર્ચના રોજ જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસની બહાર ધરણા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.