ETV Bharat / city

સુરતમાં 80 લાખના ખર્ચે નવનિર્માણ પામેલા પાંડેસરા પોલીસ મથકનું ગૃહ રાજ્ય પ્રધાનના હસ્તે ઉદ્ધાટન

રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા આજે રવિવારે સુરતના મહેમાન બન્યા હતા. તેમણે પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી 80 લાખમાં તૈયાર કરવામાં આવેલા પાંડેસરા પોલીસ મથકનું લોકાર્પણ કર્યું હતું. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ, સુરતના વિવિધ ધારાસભ્યો અને મેયર ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં 80 લાખના ખર્ચે નવનિર્માણ પામેલા પાંડેસરા પોલીસ મથકનું ગૃહ રાજ્ય પ્રધાનના હસ્તે ઉદ્ધાટન
સુરતમાં 80 લાખના ખર્ચે નવનિર્માણ પામેલા પાંડેસરા પોલીસ મથકનું ગૃહ રાજ્ય પ્રધાનના હસ્તે ઉદ્ધાટન
author img

By

Published : Jul 18, 2021, 10:28 PM IST

  • પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસો.ના સહયોગથી પાંડેસરા પોલીસ મથકનું કરાયુ નવનિર્માણ
  • ઔદ્યોગિક શાંતિ અને સલામતી જોખમાય નહિં તેનું ધ્યાન રખાશે
  • શાંતિ, સલામતી અને સુરક્ષાનું જતન એ પોલીસની જવાબદારી : ગૃહ રાજ્યપ્રધાન

સુરત : રાજ્યમાં વરસી રહેલા વરસાદ વચ્ચે ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સુરતના મહેમાન બન્યા હતા. જ્યાં તેમણે ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ, સ્થાનિક ધારાસભ્યો તેમજ સુરતના મેયરની હાજરીમાં નવનિર્મિત પાંડેસરા પોલીસ મથકનું ઉદ્ધાટન કર્યું હતું. આ પોલીસ મથકનું પાંડેસરા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સહયોગથી 80 લાખના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું છે.

સુરતમાં 80 લાખના ખર્ચે નવનિર્માણ પામેલા પાંડેસરા પોલીસ મથકનું ગૃહ રાજ્ય પ્રધાનના હસ્તે ઉદ્ધાટન
સુરતમાં 80 લાખના ખર્ચે નવનિર્માણ પામેલા પાંડેસરા પોલીસ મથકનું ગૃહ રાજ્ય પ્રધાનના હસ્તે ઉદ્ધાટન

રાજ્યમાં શાંતિ અને સુરક્ષાની જાળવણી પોલીસની જવાબદારી

ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે, આ પોલીસ મથક વિસ્તારમાં તમામ રાજ્યોના લોકો રહે છે. આ વિસ્તારની ઔદ્યોગિક શાંતિ અને સલામતી જોખમાય નહિં અને વિસ્તારમાં ગેરપ્રવૃત્તિઓ થાય નહિં તે રીતે પોલીસ સક્રિયતાથી કામ કરશે. રાજ્યમાં શાંતિ અને સુરક્ષાની જાળવણી એ પોલીસની જવાબદારી છે. જો કોઈ તેને ડહોળવાનો પ્રયાસ કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે.

સરઘસ કાઢતા ગુનેગારો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે

પ્રદીપ સિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, જે ગુનેગારો જેલમાંથી છૂટ્યા બાદ રેલી અને સરઘસ કાઢે છે. તેઓ પોતે જ વીડિયો વાઇરલ કરાવીને સમાજમાં નામના મેળવવાનો પ્રયાસ કરે છે. આ પ્રકારની ઘટના સામે આવતા જ પોલીસ દ્વારા ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. આ ગુનેગારો ફરી વખત આવા કૃત્યો ન કરે તે માટે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી દેવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.