ETV Bharat / city

આજથી શ્રાવણ માસનો પ્રારંભ, ભક્તો ભૂલ્યા કોરોના ગાઈડલાઈન - Shiva worship

આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે શહેરના શિવ મંદિરો શિવ ભક્તોથી ગુજી ઉઠયું છે. શિવ મંદિરોમાં ભકતોનો ઘસારો જોવા મળી રહ્યો છે.

shiv
આજથી શ્રાવણ માસનો પ્રારંભ, ભક્તો ભૂલ્યા કોરોના ગાઈડલાઈન
author img

By

Published : Aug 9, 2021, 10:58 AM IST

  • આજથી શ્રાવણ મહિનાનો પ્રારંભ
  • મંદિરોમાં જોવા મળી રહ્યો છે ભક્તોનો ધસારો
  • ભક્તોમાં જોવા મળી રહ્યો છે સામાજિક અંતરનો અભાવ

સુરત: આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઇ ચૂકયો છે. શહેરમાં આવેલા તમામ શિવ મંદિરો ઉપર ભક્તોની ભીડ જોવા મળી રહી છે. જોકે કોરોના મહામારીને કારણે મંદિર પરિસરમાં શિવભક્તો માટે હેન્ડ્ સૅનેટાઇઝ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોએ મંદિરમાં ફરજિયાત માસ્ક પહેરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેથી કોરોના સંક્રમણના વધે તથા કેન્દ્ર સરકારની કોવીડ-19ની તમામ પ્રકારની SOPના પાલન પણ કરવામાં આવી રહ્યા છે.

સામાજીક અંતર પાળવું મુશ્કેલ

આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે શહેરના શિવ મંદિરોમાં શિવભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે મંદિરની બહાર તો નહિ પરંતુ મંદિરની અંદર શિવભક્તોમાં ક્યાંકને ક્યાંક સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો. પરંતુ આ માટે મંદિર પરિસર દ્વારા વારંવાર સૂચના આપવામાં આવતી હતી. પરંતુ આ તો મંદિર પરિસર દ્વારા વારંવાર ભક્તોને કહેવામાં આવતું હતું કે સામાજિક અંતર રાખીને ભગવાન શિવની પૂજા અર્ચના કરવામાં આવે. તેમ છતાં ક્યાંક ને ક્યાંક શિવ ભક્તોમાં સામાજિક અંતરનો અભાવ જોવા મળ્યો હતો.

આજથી શ્રાવણ માસનો પ્રારંભ, ભક્તો ભૂલ્યા કોરોના ગાઈડલાઈન

આ પણ વાંચો: શું છે શ્રાવણ મહિનાનો મહિમા, કેમ કરવામાં આવે છે શિવનો જળાભિષેક ?

એક બિલીપત્રથી પણ શિવજીને ખુશ કરી શકાય

બીજી લહેર બાદ કોરોના કેસમાં થોડા ઘટાડો થયો છે પણ જો શિવભક્તો કોરોના ગાઇડ લાઇનનું પાલન નહીં કરશે તો ફરીથી કોરોનાના કેસ વધી શકે છે. જેથી શિવ ભક્તોને કહેવામાં આવ્યું છેકે લોકો કોરોના ગાઈડલાઇનનું પાલન કરે. મંદિર પરિસરમાં એક લોટો જળ લઈ ભગવાન શિવના શિવલિંગનો અભિષેક કરીને તથા એક બિલીપત્ર ચઢાવીને ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે. જો પાણી ના હોય તો બે ટીપા ગંગાજળ નાખીને પણ ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે.

આ પણ વાંચો: આજથી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ શંકરની સાથે શ્રી હરિના પૂજાનું પણ છે ધાર્મિક મહત્વ

મહાભારત કાળમાં આવ્યો હતો આવો શ્રાવણ

આ વર્ષે શ્રાવણ માટે ખુબજ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે કારણકે આ વર્ષે શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થઈને સોમવારે પૂરો થઈ રહ્યો છે. આ પ્રકારનો શ્રાવણ મહિનો એક વખત મહાભારત સમયમાં આવ્યો હતો. જે સમય મહાભારત સમાપ્ત થઈ ચૂક્યું હતું તે સમયે યુધિષ્ઠિરને રાજગાદી આપવામાં આવી હતી તે સમયની વાત છે. તે સમય દરમિયાન પાંચ પાંડવો દ્વારા ભરૂચમાં ભગવાન શંકરની પૂજા અર્ચના કરવામાં આવી હતી. એવું માનવામાં આવી રહ્યું છેકે આ સમય દરમિયાન ભગવાન શિવનું શિવલિંગ આપમેળે લુપ્ત થઇ જાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.