સુરત: અનલોક-1 બાદ એક શહેરમાંથી બીજા શહેરમાં જવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ અનલોક-2 બાદ અમદાવાદમાં જતી બસો અંગે લઈને એક નિણર્ય લેવામાં આવ્યો છે. જેમાં સુરતથી અમદાવાદ જતી ST બસો પર રોક લગાવવામાં આવી છે.
મહેસાણા કે ઉત્તર ગુજરાત તરફ જતી બસોને અમદાવાદ શહેરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તરફ જતી બસ સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. માત્ર અમદાવાદમાં જતી બસોને બંધ કરવામાં આવી છે.
સુરત કોરોના અપડેટ
- સક્રિય કેસ- 2726
- કોરોના પરિક્ષણ- 58030
- સ્વસ્થ થયેલા દર્દી- 4642
- ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 15385
- કુલ મૃત્યુ- 209