ETV Bharat / city

ST Bus Accident In Surat: BRTS રૂટમાં ST બસની અડફેટે આવતા યુવકનું માથું ફાટ્યું, ઘટનાસ્થળે જ મોત - પાંડેસરા યુનિટી એસ્ટેટ બાટલીબોઈ

સુરતના પાંડેસરામાં BRTS રૂટમાં ST બસની અડફેટે (ST Bus Accident In Surat) આવતા એક યુવકનું મોત થયું છે. મૃતક યુવક મૂળ નેપાળનો હતો અને સુરતમાં મિત્ર સાથે રહેતો હતો. ST બસે અડફેટે લેતા મૃતક યુવકનું માથું ફાટ્યું હતું અને તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

BRTS રૂટમાં ST બસની અડફેટે આવતા એક યુવકનું મોત

author img

By

Published : Apr 19, 2022, 4:23 PM IST

સુરત: પાંડેસરા વિસ્તારમાં BRTS રૂટમાં ST બસની અડફેટે (ST Bus Accident In Surat) આવતા એક યુવકનું મોત નીપજ્યું હતું. બસચાલકે યુવકને અડફેટે લેતા તેનું માથું ફાટી ગયું હતું અને ઘટનાસ્થળે (Death By Accident In Surat) જ તેનું મોત નીપજ્યું હતું. બીજી તરફ બનાવની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી છે.

માથું ફાટી જતા ઘટનાસ્થળે જ મોત- સુરતમાં છાશવારે અકસ્માતના બનાવો (Accidents In Surat) સામે આવે છે. આ ઉપરાંત BRTS રૂટ પર ભૂતકાળમાં અનેક અકસ્માતના બનાવો સામે આવી ચુક્યા છે. આવી જ એક વધુ ઘટના સામે આવી હતી. પાંડેસરા BRTS રૂટ (Pandesara BRTS Root)માં એક યુવક રસ્તો ક્રોસ કરી રહ્યો હતો તે વેળાએ BRTS રૂટમાં આવતી ST બસે યુવકને અડફેટે લીધો હતો. જેથી તેનું માથું ફાટી જતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: Surat City Bus fire: સરથાણામાં રાહદારીને સિટી બસે મારી ટક્કર, રોષે ભરાયેલા લોકોએ બસને આગ ચાંપી

મૃતક યુવક મૂળ નેપાળનો હતો- આ બનાવને લઈને ત્યાં ચકચાર મચી જવા પામી હતી અને લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. આ બનાવની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર મામલે તપાસ શરુ કરી હતી. વધુમાં મૃતક યુવકનું નામ 19 વર્ષીય સુભાષ રાકેશ પાસીના હોવાનું જાણવા મળ્યું છે. તે મૂળ નેપાળ (Nepali In Surat)નો વતની હતો અને હાલ સચિનમાં મિત્ર સાથે ભાડાના રૂમમાં રહેતો હતો. તે પાંડેસરા યુનિટી એસ્ટેટ બાટલીબોય (pandesara unity estate batliboi) પાસે કામનાથ મહાદેવ પાસે CNG પંપની સામેથી રસ્તો ક્રોસ કરી રહ્યો હતો.

આ પણ વાંચો: Surat GSRTC Bus Depot Parking: સુરત GSRTC બસ ડેપોના પાર્કિંગની નજીક ઝાડીમાંથી મળ્યો યુવકનો મૃતદેહ

બસ બીલીમોરાથી મોડાસા જઈ રહી હતી- તે દરમિયાન ST બસની અડફેટે આવી જતાં મોતને ભેટ્યો હતો.આ સમગ્ર મામલે પોલીસ પાસેથી જાણવા મળ્યું હતું કે બસ બીલીમોરાથી મોડાસા (bilimora to modasa bus) જઈ રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. અકસ્માત બાદ ચાલક પોલીસ મથકે હાજર થઇ ગયો હતો. પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.