તાપીઃ જિલ્લાના સોનગઢ તાલુકાના એક સમયના જંગલ વિસ્તાર ગણાતા ઓટા-મલંગદેવ પંથક સહિતના 50 જેટલા ગામોમાં પીવાના પાણી બાબતે દર વર્ષે ગંભીર જળસંકટ ઉભું થતું હતું. આ ગામોમાં વસવાટ કરતા ગ્રામજનોને માટે સરકાર દ્વારા ગામ દીઠ બે-ત્રણ દિવસે 10,000 લીટરની ક્ષમતા સાથેનું એક ટેન્કર પાણી મોકલવામાં આવતું હતું. ટેન્કર પાછળ સરકારને દર વર્ષે દોઢ કરોડનો ખર્ચ થતો હતો. સ્થાનિકો હિજરત કરવા પર મજબૂર થઇ ગયા હતા. મહારાષ્ટ્રથી પાણી આવતું પરંતુ આ વર્ષે સરકારની વિવિધ યોજનાઓ જેમાં મનરેગા, સુજલામ સુફલામ અને સિંચાઈ યોજનાઓ દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી, જેમાં 40 થી વધુ તળાવો બનાવીને તેને ઊંડા કરવાની સાથે સાથે તેના પાળા પણ મજબૂત કરવામાં આવ્યા છે. જેના કારણે આ વર્ષે આ વિસ્તારમાં કોઈપણ જાતની પાણીની સમસ્યા ઊભી થઈ નથી અને સરકારનો દોઢ કરોડ જેટલો ખર્ચ બચી જવા પામ્યો છે.
તાપી જિલ્લાના 50 ગામના લોકો પાણી માટે હિજરત નહી કરે, તંત્રએ 40થી વધુ તળાવો બનાવ્યા - water issues of tapi village
તાપીના સોનગઢ તાલુકાના ઓટા-મલંગદેવ પંથક સહિતના 50 જેટલા ગામોમાં પીવાના પાણીની સમસ્યા આખરે ઉકેલાઇ છે. જુઓ આ વિશેષ અહેવાલમાં..