સુરત: ગુજરાતમાં હરણની વસ્તી વધારવા માટે તેમજ દિપડા તેમજ માનવ વચ્ચે ઘર્ષણ અટકાવવા માટે સુરત નેચર કલબ અને વન વિભાગ દ્વારા ખાસ અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના રહેણાંક વિસ્તારમાં દિપડા શિકારની શોધમાં ન આવે તે માટે વાંસદા નેશનલ પાર્કમાં હરણ ઉછેરી તેને વન્ય વિસ્તારમાં જ ઉછેરી વનમાં છોડી મૂકવાનું અભિયાન શરૂ કરાયું છે. જેથી હરણ અને દિપડાં વચ્ચે ફૂડ ચેઈન બની જશે અને દિપડા માનવવસ્તીમાં આવતાં અટકશે.
હરણ અને દિપડાં વચ્ચે ફુડ ચેઈન બનાવવા વાંસદા નેશનલ પાર્કમાં ખાસ અભિયાન હરણ અને દિપડાં વચ્ચે ફુડ ચેઈન બનાવવા વાંસદા નેશનલ પાર્કમાં ખાસ અભિયાન આ ગુજરાતનું એક માત્ર હરણ ઉછેર કેન્દ્ર છે. આ વિશે માહિતી આપતા નેચર ક્લબના સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતના જંગલોમાં રહેતા દીપડા અનેકવાર શિકારની તલાશમાં માનવ વસ્તી સુધી પહોંચી જાય છે. માંસાહારી અને શાકાહારી પ્રાણીઓ વચ્ચેની ફૂડ ચેઇન તૂટતા દિપડાનું માનવીઓ સાથે ઘર્ષણ પણ થઇ રહ્યું છે. જેથી વાંસદા નેશનલ પાર્કમાં આ ખાસ હરણ ઉછેર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. સુરત, વડોદરા, અમદાવાદના પ્રાણી સંગ્રહાલયમાંથી હરણ મેળવીને પ્રજનન માટે વાંસદા નેશનલ પાર્કમાં લાવવામાં આવે છે. ઊછેર કેન્દ્રમાંથી અત્યાર સુધી 30 જેટલા હરણને જંગલમાં છોડવામાં આવ્યા છે. આવતા મહિનામાં વધુ પાંચ હરણને છોડવામા આવશે. હરણના બચ્ચાને નેશનલ પાર્કમાં ઉછેરી વન્ય વાતાવરણમાં છોડી દેવાય છે. જેથી દીપડાને આ રીતના ખોરાક માટેની ફૂડ ચેઇન ચાલુ રહી શકે.
હરણ અને દિપડાં વચ્ચે ફુડ ચેઈન બનાવવા વાંસદા નેશનલ પાર્કમાં ખાસ અભિયાન હરણ અને દિપડાં વચ્ચે ફુડ ચેઈન બનાવવા વાંસદા નેશનલ પાર્કમાં ખાસ અભિયાન દક્ષિણ ગુજરાતમાં અવારનવાર ઢાળ વિસ્તારમાં દીપડાનો આતંક જોવા મળે છે. શિકારની તલાશ માટે દીપડા ગામડાઓ સુધી પહોંચી જતા હોય છે. ખોરાક ન મળતા તે હિંસક બની ગામડાના પશુ-પક્ષીઓ પર હુમલા કરે છે. કેટલીકવાર તો મનુષ્યો પર પણ હુમલા કરતા અનેક બનાવો સામે આવ્યા છે. ત્યારે હરણના ઉછેરના કારણે એક સંતુલન જંગલમાં જોવા મળશે. જેથી દીપડાને ખોરાકની તલાશમાં માનવવસ્તી સુધી આવવાની જરૂર પડશે નહીં.
હરણ અને દિપડાં વચ્ચે ફુડ ચેઈન બનાવવા વાંસદા નેશનલ પાર્કમાં ખાસ અભિયાન સુરતથી શ્વેતા સિંહનો વિશેષ અહેવાલ...