- અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન નરેશ પટેલને આવેદનપત્ર આપી માગ
- પૂરવઠા વિભાગ મારફત ઓનલાઇન પ્રક્રિયા હેઠળ પ્રતિ 20 કિલોના 388 રૂપિયાના ભાવે ખરીદી કરાઈ રહી છે
- ખેડૂતોને વેચાણ પ્રક્રિયામાં સરકારના ટેકાના ભાવ કરતા નુકસાન વેઠવું પડે છે
સુરતઃ ઓલપાડ ચોર્યાસી તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ જયેશ એન. પટેલે જણાવ્યું હતું કે, અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન નરેશ પટેલને આવેદનપત્ર આપી માગ કરી છે કે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની મુખ્ય આવક ડાંગરના ઉત્પાદન અને ભાવ પર નિર્ભર છે. આવનારા દિવસોમાં ડાંગર કાપણીની સીઝન શરૂ થવા જઇ રહી છે. રાજ્ય સરકાર અને પૂરવઠા વિભાગ મારફત ઓનલાઇન પ્રક્રિયા હેઠળ પ્રતિ 20 કિલોના 388 રૂપિયાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે.
ખેડૂતોને વેચાણ પ્રક્રિયામાં સરકારના ટેકાના ભાવ કરતા નુકસાન વેઠવું પડે
ગુજરાતમાં જ્યારે સહકારી પ્રવૃત્તિઓ થકી મંડળીઓની માળખાકીય સુવિધા ઉપલબ્દ્ધ હોવાથી ખેડૂતો ડાંગરનો પાક APMC અને સહકારી મંડળીઓમાં વેચે છે. અન્ન પૂરવઠા નિગમ દ્વારા ગયા વર્ષે 20 હજાર ગુણીની જ ખરીદી કરવામાં આવી હતી, જ્યારે 40 લાખ ગુણી ડાંગર APMC અને સહકારી મંડળીઓ મારફત ખરીદી કરવામાં આવી હતી. આ આંકડાઓ જોતા ખ્યાલ આવે છે કે, આ વિસ્તારના ખેડૂતોને વેચાણ પ્રક્રિયામાં સરકારના ટેકાના ભાવ કરતા નુકસાન વેઠવું પડે છે.
આ પણ વાંચો: ચણાના પાકની 2,500 હજાર કિલોના ટેકાના ભાવે ખરીદી કરવા ખેડૂતોની માંગ
દક્ષિણ ગુજરાતમાં ડાંગર ઉગાડતા ખેડૂતોની રજૂઆત
ભારત સરકારના સહકાર મંત્રાલયે સહકારથી સમૃદ્ધિના વિચારને પ્રાધાન્ય આપવાનો વિચાર રજૂ કર્યો છે. ખેડૂતોની આવક બમણી થાય તે માટે દક્ષિણ ગુજરાતમાં ડાંગર ઉગાડતા ખેડૂતોની રજૂઆત છે કે, સરકારના હાલના ટેકાના ભાવે સ્થાનિક APMC અને સહકારી મંડળીઓને નોડલ એજન્સી તરીકે મંજૂરી આપી ડાંગરના ભાવની ખરીદી કરવામાં આવે.
આ પણ વાંચો: સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયામાં ખેડૂતો બની રહ્યા છે ઉદાસીન
છેલ્લાં 2 વર્ષથી ખેડૂતોને ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ મળી રહ્યા છે
દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ પ્રમાણે ભાવો નહીં મળતા હોવાથી વર્ષે 70 કરોડનું નુકશાન ભાવ નહી મળતા થાય છે. દક્ષિણ ગુજરાતમાં APMC અને સહકારી મંડળીઓ દ્વારા ડાંગરની ખરીદી કરવામાં આવતી હોવાથી છેલ્લાં 2 વર્ષથી ખેડૂતોને ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ મળી રહ્યા છે. તેથી અન્ન અને ખેડૂતોને 70 કરોડનું નાગરીક પુરવઠા વિભાગના પ્રધાનને પત્ર લખીને APMC અને સહકારી મંડળીઓને નોડલ એજન્સી તરીકે મંજૂરી આપવા રજૂઆત કરી છે.