ETV Bharat / city

વૃદ્ધને પુત્ર અને પુત્રવધુએ માર મારી ઘરમાંથી કાઢી મૂક્યા, પોલીસે કરી મદદ - જહાંગીરપુરા પોલીસ

સુરત જહાંગીરપુરામાં રહેતા વૃદ્ધને તેમના પુત્ર અને પુત્રવધુએ માર મારીને ઘરની કાઢી મૂક્યાં હતા. આથી, એક પોલીસકર્મીને જાણ થતા વૃદ્ધની મદદે આવ્યાં હતા. તેથી, પોલીસકર્મી ઘટના સ્થળે પહોચીને પુત્રને સમજાવી મામલો થાળે પાડ્યો હતો.

વૃદ્ધને પુત્ર અને પુત્રવધુએ માર મારી ઘરમાંથી કાઢી મુક્યા, પોલીસે કરી મદદ

author img

By

Published : Apr 21, 2021, 7:46 AM IST

Updated : Apr 21, 2021, 2:14 PM IST

  • પુત્ર અને પુત્રવધુએ માર મારી વૃદ્ધને ઘર બહાર કાઢી મૂક્યાંની ઘટના
  • જહાંગીરપુરાના પોલીસકર્મી આવ્યા વૃદ્ધની મદદે
  • પોલીસ છેલ્લા એક સપ્તાહથી દરરોજ વૃદ્ધની ખબર અંતર પૂછે છે

સુરત: જહાંગીરપુરામાં રહેતા વૃદ્ધને પુત્ર અને પુત્રવધુએ માર મારી તેઓને ઘરમાંથી કાઢી મૂક્યા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે, જહાંગીરપુરાના પોલીસકર્મીને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોચી ગયા હતા અને પુત્રને સમજાવી મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનામાં છેલ્લા એક સપ્તાહથી પોલીસ દરરોજ વૃદ્ધની ખબર અંતર પોલીસ લઇ રહી છે.

વૃદ્ધને પુત્ર અને પુત્રવધુએ માર મારી ઘરમાંથી કાઢી મુક્યા, પોલીસે કરી મદદ

આ પણ વાંચો: માનવતા નેવે મુકી: પત્ની અને સાળાએ યુવકને ટેમ્પો સાથે બાંધી ઘસડવાની મોત

પોલીસ કાઉન્સેલિંગ કરી સમસ્યાનો ઉકેલ લાવ્યો

સુરતમાં પોલીસ માત્ર દંડ ઉઘરાવવા કે પછી આરોપીને પકડવાની જ કામગીરી નથી કરતી. પરંતુ, પોલીસ કાઉન્સેલિંગ કરી સમસ્યાનો ઉકેલ પણ લાવી રહી છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. જેમાં, ગત 8 એપ્રિલના રોજ પોલીસ કંટ્રોલ રૂમમાંથી જહાંગીરપુરા પોલીસને માહિતી આપવામાં આવી હતી કે એક વૃદ્ધને ઘરમાં તેના પુત્રએ માર મારી ઘરમાંથી કાઢી મૂક્યા છે. આ માહિતી જહાંગીરપુરા પોલીસના PCR ઇન્ચાર્જ સત્તાભાઈ ડાંગરને મળતા તેઓ માત્ર 3 મિનિટમાં અંકુરપાર્ક પાસે પહોંચ્યા હતા. ત્યાં વૃદ્ધ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, તેઓના પુત્રએ તેઓને માર મારીને ઘરમાંથી કાઢી મૂક્યા છે. તેથી સત્તાભાઈ વૃદ્ધને તેમના ઘરે લઈ જઈ તેમના દીકરા અને પુત્રવધુને કાઉન્સેલિંગ કરીને સમજાવ્યા હતા.

વૃદ્ધને પોલીસકર્મીએ પોતાનો નંબર આપ્યો

પોલીસકર્મી સતાભાઈને ચિંતા હતી કે તેઓના ગયા બાદ વૃદ્ધ સાથે ફરી મારામારી થઈ શકે છે અને તેઓને ફરીથી ઘરમાંથી કાઢી શકે છે. આથી, સત્તાભાઈએ પોતાનો ખાનગી ફોન નંબર વૃદ્ધને આપીને કહ્યું કે રાત્રે ગમે ત્યારે કોઈ તકલીફ હોય તો તેમના નંબર પર ફોન કરવો. ત્યારબાદ, અઠવાડિયા સુધી પોલીસ વૃદ્ધને રોજ ફોન કરીને તેમની ખબર લે છે. આ ઉપરાંત, રૂબરૂ તેઓના ઘરે જઈને તપાસ પણ કરે છે.

આ પણ વાંચો: વડોદરામાં પત્નીએ અજાણ્યા ઈસમો સાથે મળી પતિને માર મારી લૂંટી લીધો

પોલીસ કમિશ્નરે કામગીરી બિરદાવી

આ સમગ્ર ઘટનાની જાણ સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરને થતા તેઓએ પણ વૃદ્ધ સાથે વાત કરીને પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો. એટલું જ નહી પોલીસ કમિશ્નરે સતાભાઈને રોકડ ઇનામ અને ડ્રાઇવરને પ્રશંસાપત્ર આપ્યું હતું. આ ઉપરાંત, અન્ય પોલીસકર્મીએ પણ સતાભાઈની આ કામગીરીને બિરદાવી હતી.

Last Updated : Apr 21, 2021, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.