સુરત SOG પોલીસે બાતમીના આધારે મહિધરપુરા વિસ્તારમાં ચરસનું વેચાણ કરવનાર આરોપીની ધરપકડ કરી રૂપિયા 60 હજારની કિંમતનું 600 ગ્રામ ચરસ જપ્ત કર્યું છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ ગુલામરસુલ શેખ જણાવ્યું હતું તથા આરોપીએ કબૂલાત કરી હતી કે, તે ઝુલુસમાં જોડાયેલા લોકાને ચરસ વેંચતો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2005માં અમદાવાદ પોલીસે એમ.ડી ડ્રગ્સમાં ગુલામરસુલની ધરપકડ કરી હતી. જેમાં, તેને 10 વર્ષની સજા થઈ હતી અને વર્ષ 2018માં તે જેલમાંથી છૂટ્યો હતો.