ETV Bharat / city

સુરતમાં બ્લડ કેન્સર (Blood Cancer)ની સારવાર મેળવવા એક સોફ્ટવેર ડિઝાઈનરે બાઈકની ચોરી કરી - સીસીટીવી ફૂટેજના આધારે

મજબૂરી માણસને કંઈ પણ કરાવી શકે. આનું એક ઉદાહરણ જોવા મળ્યું છે સુરતમાં. શહેરમાં બ્લડ કેન્સર (Blood Cancer)ની સારવાર માટે રૂપિયા ન હોવાથી એક સોફ્ટવેર ડિઝાઈનરે (Software Designer) બાઈક ચોરી કરી વેચી દીધી હતી. આ સોફ્ટવેર ડિઝાઈનર (Software Designer) પોલીસ જમાદારનો પૂત્ર છે. જોકે, તેની આપવીતી સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી.

સુરતમાં બ્લડ કેન્સર (Blood Cancer)ની સારવાર મેળવવા એક સોફ્ટવેર ડિઝાઈનરે બાઈકની ચોરી કરી

author img

By

Published : Jun 21, 2021, 4:17 PM IST

  • સુરતમાં બ્લડ કેન્સર (Blood Cancer)થી પીડિત સોફ્ટવેર ડિઝાઈનર (Software Designer) બન્ચો ચોર
  • સોફ્ટવેર ડિઝાઈનરે (Software Designer) કાપોદ્રા વિસ્તારમાં મઢુલી ડાયમંડ બહારથી બાઈકની કરી હતી ચોરી
  • કાપોદ્રા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપી યુવકની ધરપકડ કરી

સુરતઃ બ્લડ કેન્સર (Blood Cancer)ના સારવાર માટે રૂપિયા ન હોવાથી સુરતના સોફ્ટવેર ડિઝાઈનરે (Software Designer) બાઈક ચોરી કરી વેચી દીધી હતી. સોફ્ટવેર ડિઝાઈનર (Software Designer) રિટાયર્ડ પોલીસ જમાદારનો પૂત્ર છે. જોકે, બાઈક ચોરીની ઘટના બાદ સીસીટીવીની મદદથી પોલીસ આરોપી સુધી પહોંચી હતી, પરંતુ તેની આપવીતી સાંભળીને પોલીસ પણ સ્તબ્ધ રહી ગઈ હતી.
આ પણ વાંચો- ખેડાના ખલાડીમાં તસ્કરો ત્રાટક્યા, સોના-ચાંદીના ઘરેણાં તેમજ રોકડ ચોરી ફરાર

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી

આ અંગે મળતી માહિતી અનુસાર, સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા મઢુલી ડાયમંડ બહારથી 10 દિવસ પહેલા હરેશ તળાવિયાની બાઈક ચોરાઈ હતી. આ અંગે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી ત્યારબાદ પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક યુવક બાઈક ચોરી કરી જતા દેખાયો હતો. તે વિસ્તારના અલગ-અલગ સીસીટીવીની તપાસ કરતા આખરે પોલીસે આરોપી સુધી પહોંચી હતી.
આ પણ વાંચો- સેલવાસમાં વૃદ્ધ દંપતીના ફ્લેટમાંથી તસ્કરો 7 લાખથી વધુનાં દાગીના ચોરી ગયા

પોલીસ પણ સાંભળીને આશ્ચર્યમાં મૂકાઈ ગઈ

23 વર્ષીય રાજવીર તેરૈયા આમ તો મૂળ ઉપલેટાનો રહેવાસી છે, પરંતુ અત્યારે સુરતના ગોકુલ નગરમાં હાલ રહે છે. રાજવીર પાસેથી પોલીસે જાણવા માગ્યું કે, આખરે તેણે બાઈક ચોરી શા માટે કરી હતી. આ પૂછપરછ દરમિયાન જ્યારે રાજવીરે બાઈક ચોરી અંગેનું કારણ જણાવ્યું ત્યારે પોલીસ પણ સાંભળીને આશ્ચર્યમાં મૂકાઈ ગઈ હતી. રાજવીરે જણાવ્યું હતું કે, તે બ્લડ કેન્સર (Blood Cancer)થી પીડાય છે અને પોતે સોફ્ટવેર ડિઝાઇનર (Software Designer) છે, પરંતુ કોરોના કાળમાં કોઈ રોજગાર ન હોવાથી સારવાર માટે તેને બાઈક ચોરી કરી હતી અને વેચી દીધી હતી.

આરોપી ચોરી કરવા મજબૂર બન્યો

આરોપી રાજવીરે જણાવ્યું હતું કે, આઠ માસ પહેલા જ તેના પિતા ઉપલેટામાં જમાદાર તરીકે નિવૃત્ત થયા છે. કોરોના પહેલા રોજગાર સારી રીતે ચાલતી હતી, પરંતુ કોરોનામાં રોજગારી ન મળવાથી આર્થિક સંકળામણની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ બ્લડ કેન્સર (Blood Cancer) હોવાથી તેનો સારવાર માટે હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડતો હતો. આ ખર્ચને પહોંચી વળવા માટે તે બાઈક ચોરી જેવુ કૃત્ય કરવા પર મજબૂર થઈ ગયો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.