સુરત: સ્માર્ટ સીટી સુરતના મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ આજે વર્ષ 2022-23નું અંદાજિત ડ્રાફ્ટ બજેટ (SMC budget 2022 ) રજૂ કર્યું. 6970 કરોડના કુલ બજેટમાં કેપિટલ બજેટ 3183 કરોડ અંદાજવામાં આવ્યું છે. સામાન્ય વેરામાં કોઈ ફેરફાર કરાયો નહીં (no change in general tax ).
માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા પર ભાર
બજેટમાં મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાનીએ શહેરના તમામ વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા પર ભાર મૂકયો હતો. ટેક્નોલોજી અને ટ્રાન્સફરમેટીવ પ્રોજેક્ટના માળખાયી સુવિધાઓની ગુણવત્તામાં વધારો કરવાનો પ્રયાસ કરાશે. તેઓએ જણાવ્યું હતું કે, મનપા વહીવટી ભવન, તાપી રિવર પર બેરેજ અને રિવર ફ્રન્ટ કાર્યો માટે કેપીટલ બજેટ મહત્વપૂર્ણ છે. મેટ્રો ટ્રેન પ્રોજેકટ માટે આ વર્ષે વધુ કામ પૂર્ણ કરવામાં આવશે. સાથે રેલવે સ્ટેશન રી ટેવલોપમેન્ટ માટે સહયોગ આપવામાં આવશે.
આ પણ વાંચો: Union Budget 2022: શું છે FRBM એક્ટ 2003?
યુઝર ચાર્જીસમાં વધારો
સાથે તેઓએ જણાવ્યું હતું કે, મનપા દ્વારા સામાન્ય વેરામાં કોઈ ફેરફાર કરાયો નહીં, યુઝર ચાર્જીસમાં અંદાજીત રૂ.12.47 કરોડ વધારો (Increase in user charge) થયો છે. ઈલેકટ્રીક વાહનો માટે યાંત્રિક પરિવહન ચાર્જમાં 100%ની રાહત આપી છીએ. રહેણાંક મિલકતોમાંથી પાણી અને ડ્રેનેજ ચાર્જ અંદાજીત રૂ.1.76 કરોડ છે. બિન રહેણાંક મિલકતોમાંથી પાણી અને ડ્રેનેજ ચાર્જ અંદાજીત રૂ.6.16કરોડ, રહેણાંક મિલકતોમાંથી સોલીડ વેસ્ટ ચાર્જ (Solid waste charge) અંદાજીત રૂ.0.49 કરોડ છે. ઈન્ડસ્ટ્રીયલ– એ અને કોમર્શીયલ –એ સિવાયની બિન રહેણાંક મિલકતોમાંથી સોલીડ વેસ્ટ ચાર્જ અંદાજીત રૂ.1.27 કરોડ છે. રહેણાંક મિલકતોમાંથી પર્યાવરણ સુધારણા ચાર્જ અંદાજીત રૂ.0.24 કરોડ છે. બિન રહેણાંક મિલકતોમાંથી પર્યાવરણ સુધારણા ચાર્જ અંદાજીત રૂ.1.28 કરોડ છે.
આ પણ વાંચો: INCOME TAX RETURN : કરદાતાઓ માટે રાહતના સમાચાર, રિટર્ન ભરવાની છેલ્લી તારીખ વધારાઇ
બજેટમાં શુ છે ખાસીયત અને જોગવાઈ
એક આખા વિસ્તારને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP)થી ખાનગી એજન્સીને સોંપવાના કોંસેપ્ટ માટે જોગવાઇ.
શહેરના નવા 8 વિસ્તારમાં 5 લાખ કનેક્શન 24 કલાક પાણી યોજના માટે 86 કરોડની જોગવાઈ.
વોટર ફ્રન્ટ ડેવલપમેન્ટ હેઠળ રિવર ફ્રન્ટ, ડુમસ સી ફેંસ ડેવલોપમેન્ટ, કેનાલ અને ખાડી રિડેવલોપમેન્ટ, તેમજ 25 તળાવોનો વિકાસ કરાશે.
5000ની વસ્તી સામે 1 આરોગ્ય કેન્દ્ર, આરોગ્યને અનુલક્ષી સ્મીમેર હોસ્પિટલ માટે 65 કરોડની જોગવાઈ
પાંડેસરા, સચિન બાદ હવે પાલિકા હજીરા અને પલસાણા ઓદ્યોગિક એકમોને પણ ટ્રેટેડ વોટર આપશે
BRTS કેનાલ રૂટ પર સોલર પેનલ પાયલોટ પ્રોજેકટ હેટડ મૂકવામાં આવશે
પ્રાયોગિક ધોરણે એક આખા વિસ્તારમાં પાની પુરવઠો અને ડ્રેનેજ સુવિધા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખાનગી એજન્સીને સોંપવાના કોન્સેપ્ટ માટે જોગવાઇ
15 લેક પર ગાર્ડન બનાવવામાં આવશે
ઇ વાહનો માટે નવી પૉલિસી, 135 પિંક ઓટો ખરીદશે
બે ગાર્ડન જેમાં ખાસ દિવ્યંગો માટે સુવિધા સજજ હશે
પ્રાયોગિક ધોરણે એક આખા વિસ્તારમાં પાની પુરવઠો અને ડ્રેનેજ સુવિધા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી ખાનગી એજન્સીને સોંપવાનો કોંન્સેપ્ટ
પલસાણા અને હજીરાના ઉધોગોને પણ સુએજનું ટ્રીટેડ પાણી આપી આવક ઊભી કરશે.
જુદી જુદી યોજનાઓ હેઠળ મનપા 20 હજારથી વધુ આવાસ બનાવશે.
શહિદ સ્મારક આ વર્ષે ખુલ્લું મૂકવામાં આવશે.
વોટર ફ્રન્ટ ડેવલપ કરવામાં આવશે, ડુમસ બીચને ડેવલપ કરવામાં આવશે, 500 વધારાના સીસીટીવી, 27 બ્રિજ માટે જોગવાઈ.
તળાવોને પણ ડેવલપ કરવામાં આવશે - કુલ 192 તળાવમાંથી શરૂઆતમાં 25 તળાવ ડેવલપ કરાશે
રી ડેવલપ થયા બાદ કિલ્લો ખુલ્લો મુકાશે, ખાડીઓના ડ્રેજિંગ માટે 25 કરોડની જોગવાઇ.
ક્રીકમાં જે રોડ બનાવમાં આવ્યા છે, તે ખૂલ્લું મૂકવામાં આવશે જેથી ખાડી કિનારા ખાતે રહેતા લોકો માટે વ્યવસ્થા થાય
પડતર જમીન તેમજ રિઝર્વ ખાલી પ્લોટ પર સ્વ વપરાશ માટે સોલાર પાવર પ્લાન્ટ સ્થાપિત કરવાનું આયોજન
કાર્બન ફૂટપ્રિન્ટ રીડક્શન ભાગરૂપે કાર્બાન ક્રેડિટ મેળવવાની કામગીરી
રીંયુબલ ઉર્જાનો મહાનહાર પાલિકાના સ્વ ખર્ચે વપરાશમાં કુલ હિસ્સો 35 ટકાથી વધારી 42 ટકા થશે
60 જગ્યા પર આઉટડોર ડિજિટલ ડિસ્પ્લે મુકવામાં આવશે
12 જેટલા નવા ફાયર સ્ટેશન બનાવવામાં આવશે
ફાયર સ્ટાફ માટે પ્રિવેનશન અને ટ્રેનિંગ ટ્રેનિંગ સેન્ટર તૈયાર કરાશે
90 મીટર હાઈટનાએરિયાલ લેટર ખરીદશે