ETV Bharat / city

Smart City Surat: સુરતમાં યોજાશે 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન કોન્ફરન્સ', 5 થીમ પર ઓપન હાઉસ ડિસ્કશન અને 51 એવોર્ડ એનાયત કરાશે

સુરત (Smart City Surat)માં આગામી 18થી 20 તારીખના સ્માર્ટ સિટીઝ સ્માર્ટ અર્બનાઈઝેશન કોન્ફરન્સ (smart cities smart urbanization conference 2022) યોજાશે. આ સમિટમાં ભાગ લેવા માટે 700 શહેરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ સમિટમાં આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી અંતર્ગત કરવામાં આવેલી વિવિધ કોમ્પિટિશન માટેના એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવશે.

સુરતમાં યોજાશે 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન કોન્ફરન્સ'

author img

By

Published : Apr 14, 2022, 7:27 PM IST

સુરત: રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા (Smart City Surat)ના યજમાનપદે આગામી તારીખ 18, 19 અને 20 એપ્રિલના રોજ સુરતના આંગણે સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC Sarsana Surat) ખાતે 'સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન' (smart cities smart urbanization conference 2022) ત્રિદિવસીય નેશનલ સમિટ યોજાશે. આ સમિટમાં 'ઈન્ડિયા સ્માર્ટ સિટીઝ એવોર્ડ કોન્ટેસ્ટ 2022' (India Smart Cities Award Contest 2022) પણ યોજાશે.

ભારતના 700થી વધુ શહેરોએ આ સમિટમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

700થી વધુ શહેરો ભાગ લેશે- શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ (Urban development and urban housing) રાજ્ય પ્રધાન વિનોદ મોરડીયાએ આ સમિટના આયોજન અંગે મીડિયા સાથે વાર્તાલાપ કરતાં જણાવ્યું હતું કે, સુરત શહેર સમગ્ર ભારતમાં 100 સ્માર્ટ સિટીમાં (100 Smart Cities in India 2022) પ્રથમ ક્રમે આવ્યું છે, ત્યારે આગામી તારીખ 18, 19 અને 20મીના રોજ સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન કોન્ફરન્સનું યજમાન બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. ભારતના 700થી વધુ શહેરોએ આ સમિટમાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પણ વાંચો: Smart City In India 2022: સુરત શહેરની વધુ એક સિદ્ધિ, ડાયનેમિક રેન્કિંગમાં દેશના 100 સ્માર્ટ સિટીમાં મેળવ્યો પહેલો ક્રમ

કોણ કોણ ઉપસ્થિત રહેશે- તેમણે જણાવ્યું કે, તારીખ 18મીએ ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલયના પ્રધાન હરદીપસિંહ પૂરી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખભાઈ માંડવીયા, રાજ્યના મંત્રીઓ, 100 સ્માર્ટ સિટીના મ્યુનિ.કમિશ્નરો, ચીફ એક્ઝિકયુટિવ ઓફિસરો ભાગ લેશે.

વિશિષ્ઠ કામગીરી માટે સ્માર્ટ સિટીઓને સિટી એવોર્ડ- આ અવસરે ઈન્ડિયા સ્માર્ટ IUDX Case Compendium, Al Playbook for citiesનું અનાવરણ કરવામાં આવશે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સાથે વર્ચ્યુઅલ સેન્ટર બાબતે MoU (MoU With World Economic Forum) સાઈન તેમજ MoHUA દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ' (azadi ka amrit mahotsav) ઉજવણી અંતર્ગત કરવામાં આવેલી વિવિધ કોમ્પિટિશન માટેના એવોર્ડ્સની જાહેરાત કરવામાં આવશે. આ પ્રસંગે India Smart Cities Award Contest 2020નું એવોર્ડ વિતરણ કરવામાં આવશે, જેમાં સ્માર્ટ સિટી મિશન અંતર્ગત કરવામાં આવેલી વિશિષ્ઠ કામગીરી માટે સ્માર્ટ સિટીઓને 'સિટી એવોર્ડ', 'ઇનોવેટિવ એવોર્ડ' તેમજ 'પ્રોજેક્ટ એવોર્ડ' કેટેગરીમાં કુલ 51 એવોર્ડ એનાયત કરવામાં આવશે.

આ પણ વાંચો: Smart City Summit in Surat : પ્રથમ વખત સુરતમાં રાષ્ટ્રીય સમિટનું આયોજન, ગૃહપ્રધાન અમિત શાહ રહેશે ઉપસ્થિત

'ગુજરાત ગૌરવ' પેવિલિયન બનાવવામાં આવશે- કાર્યક્રમના બીજા દિવસે તારીખ 19મી એપ્રિલના રોજ ઓપન હાઉસ ડિસ્કશન અને ટેકનિકલ સેશન્સ 5 થીમ અંતર્ગત થશે. જેમાં ડિજિટલ ગવર્નન્સ (Digital governance In Surat), ઇમેજિનિંગ પબ્લિક સ્પેસીસ એન્ડ પ્લેસ મેકિંગ, પ્રોક્યોર ઈનોવેશન, ક્લાઇમેટ સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ ફાઈનાન્સનો સમાવેશ થાય છે. ગુજરાત રાજ્યની ઝાંખી કરાવતું 'ગુજરાત ગૌરવ' પેવિલિયન બનાવવામાં આવશે, જેમાં ગુજરાત રાજ્યના તમામ સ્માર્ટ સિટી અંતર્ગતના શહેરોની વિવિધ કામગીરી તેમજ વૈવિધ્યસભર પ્રોજેક્ટો ડીસ્પ્લે કરવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ કરશે- વિનોદ મોરડીયાએ જણાવ્યું હતું કે, ત્રીજા દિવસે તારીખ 20મીના રોજ ડેલિગેટ્સને સુરત શહેરના સ્માર્ટ સિટી મિશન અંતર્ગત આવેલા વિવિધ પ્રોજેક્ટોને અનુલક્ષીને કેસલ ડ્રાઈવ, સ્માર્ટ રાઈડ, ઈન્ફ્રા વોક, નેચર ટ્રેક અને કેવડીયા ખાતે અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પણ મહાનુભાવોને કરાવવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.