- અયોધ્યામાં શ્રીરામ મંદિરની નિર્માણ ગાથા નગરજનો સુધી પહોંચાડવા અભિયાન
- મંદિર નિર્માણ માટે રાશિ એકત્ર કરવા 44 દિવસ કાર્ય ચાલશે
- એકત્રિત થયેલો ફાળો અયોધ્યા મોકલવામાં આવશે
સુરત: શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિના દક્ષિણ ગુજરાત પ્રાંત કાર્યાલયનું સુરતના ઉધના દરવાજા પાસે શિવાલિક કોમ્લેક્સમાં ઉદ્ઘાટન થયું હતું. આ અવસરે સમિતિનું માળખું બનાવીને આગામી કાર્યક્રમ વિશે ચર્ચા થઈ હતી. સમિતિના અધ્યક્ષપદે ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા અને ઉપાધ્યક્ષપદે દિનેશ નાવડીયાની વરણી કરાઈ છે.
27મી ફેબ્રુઆરી સુધી સતત 44 દિવસ આ કાર્ય ચાલશે
મંદિર નિર્માણ માટે રાશિ એકત્ર કરવા 44 દિવસનું અભિયાન શરુ કરાયું છે. તા.15મી જાન્યુઆરીથી 27મી ફેબ્રુઆરી સુધી સતત 44 દિવસ આ કાર્ય ચાલશે. અને જે નિધિ એકત્ર થશે તે અયોધ્યા રામમંદિર કાર્ય માટે મોકલવામાં આવશે. આ અવસરે સાધુ સંતો અને વિહીપના કાર્યકરો તેમજ સાંસદો અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.