- મોટર સાયકલ ચાલકની હાલત ગંભીર
- બાઇક અને વાનને અડફેટમાં લીધા બાદ વૃક્ષ સાથે ટકરાઈ
- કાર ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો
સુરતઃ બારડોલીથી પલસાણા તરફ જતી હ્યુન્ડાઇ આઈ ટ્વેન્ટીના કાર ચાલકે નેશનલ હાઇવે નં53 પર કણાવ ગામના પાટિયા નજીક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવી દીધો હતો. કાર રોડની બાજુમાં ઉતારી બીરિયાનીની દુકાનની બહાર બેઠેલા દુકાનદાર સહિત અન્ય એક મોટરસાઇકલ ચાલકને અડફેટે લઈ રોડની સાઈડે પાર્ક કરેલી વાન સાથે અથડાઇ ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ અકસ્માતમાં દુકાનદારનું મોત થયું હતું.
આ પણ વાંચોઃ મહેસાણામાં બેકાબૂ કારે બે રીક્ષા અને એક મહિલાને અડફેટમાં લીધી, કાર ચાલકની ધોલાઈ
બારડોલી તરફથી આવી રહી હતી કાર
સોમવારે બપોરના 12:30 વાગ્યાના અરસામાં નેશનલ હાઇવે નં53 પર બારડોલી તરફથી પુરઝડપે પલસાણા તરફ જતી લાલરંગની હ્યુડાઈ I20 GJ05RG8173ના ચાલકે કણાવ ગામના પાટિયા પાસે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી કારને હાઈવેની બાજુમાં ઉતરી ગઇ હતી.
દુકાનની બાજુમાં આવેલા ગોરસ આમલીના ઝાડ સાથે અથડાઇ
કાર હાઈવેની બાજુમાં ઉતારી બીરિયાનીની દુકાન ચલાવતા અબુઝર અસલમ મલેક તેમજ દુકાનની બહાર મોટરસાઇકલ GJ19BC4880 લઈ ઉભેલા અનિલ અરવિંદભાઈ રાઠોડને અડફેટમાં લીધા હતાં. ત્યારબાદ કાર દુકાનદારને વાન GJ05CL2407 ટકરાઈ દુકાનની બાજુમાં આવેલા ગોરસ આમલીના ઝાડ સાથે અથડાઇ હતી.
આ પણ વાંચોઃ રાજકોટમાં બેકાબૂ કાર 5 જેટલા વાહનો સાથે અથડાઇ, ઘટના CCTVમાં કેદ
ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જવાયા, દુકાનદારનું મોત
અકસ્માતમાં દુકાનદાર અબુઝર અસલ્મ મલેક અને અનીલ રાઠોડ કાર નીચે દબાઇ ગયા હતા અને વાન પલટી ગઈ હતી. અકસ્માત સર્જનાર કાર ચાલક ભાગી છૂટ્યો હતો. સ્થાનિકોએ બન્નેને બહાર કાઢી 108 મારફતે નવસારીની યસફિન હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા.
કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી
દુકાનદાર અબુઝર અસલમ મલેકનું મોત નીપજ્યું હતું. જ્યારે અનિલ રાઠોડની પરિસ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માત અંગે અબુઝર મલેકના પડોશી ગુલામ મલેકે પલસાણા પોલીસ મથકમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.