- સુરતમાં શારદાયતન સ્કૂલની દાદાગીરી આવી સામે
- સ્કૂલે ફી બાકી હોય તેવા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અટકાવ્યું
- વાલીઓએ સ્કૂલના આ નિર્ણયનો કર્યો વિરોધ
સુરતઃ પીપલોદમાં આવેલી શારદાયતન સ્કૂલની દાદાગીરી સામે આવી છે. આ સ્કૂલે ફી ભરવાની બાકી હોવાથી 200 જેટલા વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અટકાવામાં આવ્યું છે. એટલે વાલીઓ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે. આપને જણાવી દઈએ કે, રાજ્યમાં 7 જૂનથી પ્રથમ સત્રની શરૂઆત થઈ છે ત્યારે શહેરમાં કેટલીક સ્કૂલો દ્વારા ફીને લઈને રક્ઝક જોવા મળી રહી છે. તે જ રીતે સુરત શહેરની નામચીન શારદાયતન સ્કૂલની દાદાગીરી સામે આવી છે. શારદાયતન સ્કૂલ દ્વારા જે વિદ્યાર્થીઓની ફી ભરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓના રિઝલ્ટ અટકાવવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Rajkot Modi School ની દાદાગીરી, પિતાએ આંદોલન કરતા પુત્રીનું LC ઘરે મોકલ્યું
સ્કૂલવાળાનું રટણ, ફી ભરોને રિઝલ્ટ લઈ જાઓ
શારદાયતન સ્કૂલના વાલી રીમા પ્રજ્ઞેશ ડોલીએ જણાવ્યું હતું કે, તેમના બાળકનું પણ સ્કૂલે રિઝલ્ટ અટકાવી રાખ્યું છે અને સ્કૂલવાળા એમ કહી રહ્યા છે કે, ફી ભરોને રિઝલ્ટ લઈ જાઓ. જોકે, અમે 75 ટકા પ્રમાણે 8,415 રૂપિયા થાય છે. તેનાથી પણ વધારે 11,220 પૂરી ટ્યૂશન ફી ભરી છે તો પણ સ્કૂલવાળા દાદાગીરી કરે છે અને સ્કૂલમાંથી હજી સુધી કોઈ સ્પષ્ટિ કારણ કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચોઃ રાજકોટમાં ફી બાકી હોવાથી લિવિંગ સર્ટીફીકેટ ઘરે મોકલી દેવાયું
સરકાર સ્કૂલો સામે લાચાર દેખાઈ રહી છેઃ સ્ટૂડન્ટ એસોસિએશન
સુરત ઓલ સ્ટૂડન્ટસ એન્ડ પરેન્ટ્સ વેલ્ફેર એસોસિએશનના પ્રમુખ ચિરાગ ઠક્કરે જણાવ્યું હતું કે, સ્કૂલ મનમાની કરી રહી છે. સ્કૂલ દાદાગીરી કરીને 17,000થી વધુ ફીના માગ કરી રહી છે. .માફિયાગીરી અને વેપાર આ શિક્ષણમાં પ્રસરી ગઈ હોય તેમ જોવામાં મળી રહ્યું છે. એટલે ક્યાંકને ક્યાંક એવું લાગી રહ્યું છે કે, જિલ્લા શિક્ષણ અધિકારી, કલેકટર અને સરકાર ખૂદ જ લાચાર હોય એમ લાગી રહ્યું છે. કેમ કે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પ્રકારનો નિર્ણય લેવામાં આવતો નથી. સ્કૂલ દ્વારા વાલીઓ ઉપર દબાણ અને માનસિક ત્રાસ આપીને હેરાના કરવામાં આવે છે. એટલે આ અંગે સુરત જિલ્લા શિક્ષણ અધિકારી પાસે આ જ બાબતને લઈને રજૂઆત કરવા માટે આવ્યા છીએ.