સુરત શહેરના વેસુ વિસ્તારમાં રહેતા કાપડ વેપારીના ઘરેથી નોકરે કુલ 57 લાખ રૂપિયાની ચોરી કરી ( Servant stole 57 lakh) હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. જે અંગે સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ (Cloth merchant Lodged Complaint in Surat Police ) નોંધાઇ છે. આરોપી નોકર મૂળ રાજસ્થાનનો રહેવાસી છે. નોકરેે પરિવારના લોકોનો વિશ્વાસ જીતીને બાદમાં ચોરીના કૃત્યને અંજામ ( Surat Crime News ) આપ્યો હતો.
નોકરને ઘરમાં રુપિયા હોવાની જાણ હતી સુરતના વેસુ વિસ્તારમાં આવેલા હેપી એક્સેલનસિયા બિલ્ડિંગમાં રહેતા વેપારી તરુણભાઈ અનિલભાઈ શાહે સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ (Cloth merchant Lodged Complaint in Surat Police )નોંધાવી છે. જેમાં જણાવાયું છે કે તેમનો નોકર જયંતિ ખેતમલમાં છેલ્લા ઘણા સમયથી તેમના ઘરમાં નોકર તરીકે કામ કરતા હતાં. ફ્લેટમાં લાકડાના ડ્રોવરમાં રાખવામાં આવેલા 50 લાખ અને અન્ય ડ્રોવરમાંથી ચાવી લઈ તેમની માતાના કબાટમાં રાખવામાં આવેલા રૂપિયા 7 લાખ મળી ચોરી કરી નાસી ( Surat Crime News ) ગયો છે. નોકરે 21 મી સપ્ટેમ્બરના રોજ સવારે 9થી 10 વાગ્યા સુધીમાં આ ચોરીની ઘટનાને અંજામ ( Servant stole 57 lakh) આપ્યો છે. નોકરને જાણ હતી કે ઘરમાં લાખોમાં કેશ મૂકવામાં આવ્યા છે. ફરિયાદી વેપારી પેમેન્ટ કરવા માટે ઘરે કેશ લઇ આવીને મૂકી હતી.
પરિવારના સભ્યોને વિશ્વાસમાં લીધા ફરિયાદી વેપારી તરૂણભાઇએ વધુમાં જણાવ્યું હતું કે આરોપી મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાનો રહેવાસી છે અને હાલ અમારી બિલ્ડિંગમાં આવેલ સર્વન્ટ રૂમમાં તે રહેતો હતો. ચોરીની ઘટનાને ( Servant stole 57 lakh) અંજામ આપ્યા બાદ તે નાસી ગયો છે. નોકરે આ કૃત્ય પરિવારના સભ્યોને વિશ્વાસમાં લીધા પછી આચર્યું છે. સમગ્ર મામલે સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ (Cloth merchant Lodged Complaint in Surat Police )નોંધાઈ છે અને એએસઆઈ દ્વારા તપાસ ( Surat Crime News )હાથ ધરવામાં આવી છે.