ETV Bharat / city

દિલ્હીમાં ધાર્મિક પુસ્તકો વેચનાર સુરતમાં જરૂરિયાતમંદોને કરી રહ્યો છે મદદ - પ્રાઇવેટ અને સરકારી ઓફિસો

મૂળ બિહારનો તરુણ મિશ્રા એક સમયમાં દિલ્હીમાં ધાર્મિક પુસ્તકો ફૂટપાથ પર વેચતો(Seller religious books in Delhi) હતો. તે હાલ સુરતમાં રહી હજારો જરૂરિયાતમંદ લોકોની મદદ(Helping the needy People) કરી રહ્યો છે. તરુણ મિશ્રાને લોકોની મદદ કરવા શું ખેંચી લાવે છે અને શા માટે તેઓના જીવનનું લક્ષ બીજાના જીવનને સવારી લેવાનું કેમ છે તે જાણીયે આ અહેવાલમાં

દિલ્હીમાં ધાર્મિક પુસ્તકો ફૂટપાથ પર વેચનાર સુરતમાં જરૂરિયાતમંદોને કરી રહ્યો છે મદદ

author img

By

Published : Jul 26, 2022, 3:07 PM IST

સુરત: આર્થિક સંકળામણ વચ્ચે બાળપણમાં દિલ્હીમાં ધાર્મિક પુસ્તકો ફૂટપાથ પર વેચનાર(Seller religious books in Delhi ) બાળક આજે સુરતમાં જરૂરિયાતમંદ વૃદ્ધો અને ભિક્ષુકોની મદદ(Helping the elderly and beggars) કરી રહ્યો છે. પિતાના નિધનના કારણે B.Techનું ભણતર છોડી દેનાર તરુણ મિશ્રા આજે 2000થી વધુ જરૂરિયાતમંદ લોકોની મદદ કરી ચૂક્યા છે. એટલું જ નહીં ભણીને પોતાના પગે ઉભા રહેવા માંગતા ગરીબ બાળકોની ફી પણ ભરે છે.

કોણ છે તરુણ મિશ્રા? - મૂળ બિહારના અને હાલ સુરતમાં રહેતા તરુણ મિશ્રા બાળપણમાં ખૂબ જ આર્થિક સંક્રામણથી પસાર થયા છે. વર્ષ 2018થી વર્ષ 2021 સુધી તેઓએ જીવનમાં ખૂબ જ ઉતાર ચઢાવ જોયા છે. દિલ્હી સરોજની નગરમાં ફૂટપાથ(Sidewalk in Delhi Sarojini Nagar) પર ધાર્મિક પુસ્તકોપણ વેચ્યા છે તો પરિવારને આર્થિકરીતે મદદ કરી શકે એ માટે ક્યારેક સિંગ ચણા પણ વેચ્યા છે. શેલ્ટર હોમમાં નોકરી(Job in a Shelter Home) કરી અને ત્યાં જ રહીને ભણી તેઓએ બીટેકમાં પ્રવેશ મેળવ્યો હતો. પરંતુ જ્યારે તેઓ ત્રીજા વર્ષમાં હતા ત્યારે તેના પિતાના મોતના કારણે તેમણે ભણતર છોડી પરિવારને આર્થિક મદદ કરવા માટે નોકરી કરવાનો નિશ્ચય કર્યો હતો.

દિલ્હીમાં ધાર્મિક પુસ્તકો ફૂટપાથ પર વેચનાર સુરતમાં જરૂરિયાતમંદોને કરી રહ્યો છે મદદ

આ પણ વાંચો: Gir Project Lion: પ્રોજેક્ટ લાયનને પાર પાડવા માટે જોઈશે આ લોકોની મદદ, નેતાઓએ શરૂ કર્યો બેઠકોનો ધમધમાટ

તરુણ મિશ્રા માત્ર 27 વર્ષના છે - પોતે શેલ્ટર હોમમાં રહેવાના કારણે તે જાણતા હતા કે જરૂરિયાત મંદ લોકો કઈ રીતે જીવન પ્રસાર કરે છે. એમાં પણ ખાસ કરીને જે વૃદ્ધ લોકો છે તેઓ આર્થિક સંકળામણ કારણે જીવન નિર્વાહ કરી શકતા નથી. તરુણ મિશ્રા માત્ર 27 વર્ષના છે અને દિલ્હીમાં તેઓ પિતાની સાથે લારી પણ ચલાવતા હતા. પિતાનું નિધન થતા તેઓ વર્ષ 2017 માં સુરત નોકરી કરવા આવી ગયા હતા. પરંતુ તેમણે વિચાર્યું કે માત્ર મારા નોકરી કરવાથી કશું થશે નહીં. મારી જેવા અનેક લોકો હશે કે જેમને નોકરીની જરૂરિયાત છે. જેથી તેઓએ પ્રાઇવેટ અને સરકારી ઓફિસોમાં(Private and Government offices) યુવાનો નાની-નાની નોકરીમાં લાગે આ માટેનું કામ શરૂ કર્યું.

દિવ્યાંગોને પણ તેઓ પરમેનન્ટ સોલ્યુશન મળે એ રીતે મદદરૂપ - તેઓ એકલા રહેતા વૃદ્ધ અને જરૂરિયાત મંદ લોકોને મદદ કરે છે. ખાસ કરીને ભિક્ષુકોને સ્વાલંબી બને આ માટે પણ નાની લારી કે દુકાન આપે છે. દિવ્યાંગોને પણ તેઓ પરમેનન્ટ સોલ્યુશન મળે એ રીતે મદદરૂપ થાય છે. હાલમાં પુત્ર ગુમાવી દેનાર વૃદ્ધ દંપત્તિને તેઓએ એક કેબીન આપી હતી. જેથી તેઓ રોડ પર જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ ન કરે અને તેમને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય.

શેલ્ટર હોમમાં રહીને ભણ્યો છું - તરુણે જણાવ્યું હતું કે, વૃદ્ધો અને ભિક્ષુકોની મદદ કરવા માટે મારાથી જે પણ પ્રયત્ન થાય એટલો હું કરું છું. શેલ્ટર હોમમાં રહીને ભણ્યો છું અને આવનાર દિવસોમાં જરૂરિયાત મંદ લોકો સશેલ્ટર હોમમાં રહી શકે આ માટે હું પ્રયત્નશીલ રહીશ. અનેકવાર એવા બાળકો પણ આવે છે જેમને ફી ભરવાની સમસ્યા હોય છે. હું તેમની પણ મદદ કરું છું. અત્યાર સુધીમાં આશરે 2000થી વધુ લોકોની મદદ કરી છે.

આ પણ વાંચો: 17 વર્ષીય જાનવી વેકરિયાએ કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે પોતે એપ અને વેબસાઈટ બનાવી

હંમેશા સેવા કરવાનો નિશ્ચય કર્યો હતો - વધુમાં તરુણે જણાવ્યું હતું કે, નાનપણથી જ મારી જિંદગી જોઈને મેં હંમેશા સેવા કરવાનો નિશ્ચય કર્યો હતો. જેને અનુસરી રહ્યો છું. હું હંમેશાં વર્તમાનમાં મદદ કરવાનું આગ્રહ રાખું છું કારણ કે તમારા ભૂતકાળને તમે બદલી શકતા નથી અને ભવિષ્યમાં શું થશે તે તમને ખબર નથી. મારી સાથે ઘણા લોકો વોલેન્ટિયર તરીકે જોડાયેલા છે તો કેટલાક પેઇડ લોકો પણ છે .કારણ કે સેવા કરવી હોય તો એક બે કલાક થઈ શકે પરંતુ જે દિવસનો મોટાભાગનો સમય અહીં કામ કરે છે તેમને હું રોજગાર પણ આપું છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.