ETV Bharat / city

સુરત: સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની લેડીઝ વિંગ દ્વારા ‘આત્મનિર્ભર મહિલા એક્સિબિશન’નું આયોજન કરાયું - લેડીઝ વીંગ

સુરતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની લેડીઝ વિંગ દ્વારા આત્મનિર્ભર મહિલા અભિયાન અંતર્ગત ‘આત્મનિર્ભર મહિલા એક્સિબિશન’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માટે આ એક્સિબિશન ધમધમશે. ખરીદદારોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને એક્સિબિશનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. એક્સિબિશનમાં મહિલા સાહસિકો દ્વારા કુલ 45 સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે.

સુરતમાં લેડીઝ વીંગ દ્વારા  ‘આત્મનિર્ભર મહિલા એકઝીબીશન’નું આયોજન

author img

By

Published : Nov 9, 2020, 5:16 PM IST

Updated : Nov 9, 2020, 6:16 PM IST

  • સુરતમાં આત્મનિર્ભર મહિલા એક્સિબિશનનું આયોજન
  • સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝની લેડીઝ વિંગ દ્વારા આયોજન કરાયું
  • એક્સિબિશનમાં મહિલા સાહસિકો દ્વારા કુલ 45 સ્ટોલ પ્રસ્તુત કરાયા

સુરત: સુરતમાં ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની લેડીઝ વિંગ દ્વારા આત્મનિર્ભર મહિલા અભિયાન અંતર્ગત ‘આત્મનિર્ભર મહિલા એક્સિબિશન’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્રણ દિવસ માટે આ એક્સિબિશન ધમધમશે. ખરીદદારોના ઉત્સાહને ધ્યાનમાં રાખીને એક્સિબિશનનો સમયગાળો વધારવામાં આવ્યો છે. એક્સિબિશનમાં મહિલા સાહસિકો દ્વારા કુલ 45 સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે.

‘આત્મનિર્ભર મહિલા એક્સિબિશન’નું આયોજન

આત્મનિર્ભય મહિલાઓ

મહિલાઓ પણ પુરૂષ સમોવડી બનીને પરિવારની આર્થિક જવાબદારી ઉઠાવી શકે અને પગભર થઇ શકે તેના માટે ચેમ્બર દ્વારા આ એક્સિબિશન થકી મહિલા સાહસિકોને પ્લેટફોર્મ પૂરુ પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. દેશની દરેક મહિલા આત્મનિર્ભર બને તે ખૂબ જ જરૂરી છે. આ એક્સિબિશન થકી મહિલાઓએ સાબિત કર્યું છે કે, મહિલાઓ પોતાની સ્કીલનો ઉપયોગ ઘરે બેઠા બેઠા પણ કરી શકે છે.

વિનામૂલ્યે સ્ટોલની ફાળવણી

આ એક્સિબિશનમાં મહિલા સાહસિકોને વિના મૂલ્યે સ્ટોલ ફાળવીને ચેમ્બરને જે અવસર પુરો પાડયો છે તે ખૂબ જ આવકારદાયક છે. દિવાળી પર મહિલાઓ પોતાની પ્રોડક્‌ટનું વેચાણ કરી શકશે અને સમાજને પણ યોગ્ય દિશામાં આગળ વધવા માટે પ્રોત્સાહન મળશે. દિવાળી માટે સજાવટની વસ્તુઓ પ્રદર્શિત એક્સિબિશનમાં મહિલા સાહસિકો દ્વારા કુલ 45 સ્ટોલ પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ઉપરોક્‌ત એક્સિબિશનમાં મહિલાઓ દ્વારા દિવાળી સમયે ખાણીપીણીની ચીજવસ્તુઓ તેમજ સજાવટની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે.

વિવિધ પ્રકારના 45 સ્ટોલ

એક્સિબિશનમાં વિવિધ પ્રકારના 45 સ્ટોલ રાખવામાં આવ્યા છે જેમાં મસાલા, તોરણ, દિવા, હેન્ગીંગ, હોમ મેઇડ કાજુકતરી, ડ્રાયફૂ્રટ ચીકી, ફરસાણ, મુખવાસ, ચોકલેટ, હોમ મેઇડ સ્નેક્‌સ, વિવિધ ચેવડા, સેવ, ઇન્સ્ટન્ટ કોકો પાવડર, મોહનથાળ, સાડી, ડોરમેટ, ટેબલ કલોથ્સ, આર્ટિફિશીયલ જવેલરી, ખાણીપીણીની ચીજવસ્તુઓ, કુર્તિ, પ્લાઝો, લેગીન્સ, ટી શર્ટ, ડેકોરેશન આઇટમ, મઠીયા અને ચોળાફળી, પીવીસી, દિવાળી કંદીલ, બામ્બુ, ગાયના છાણમાંથી બનેલ હેન્ડીક્રાફટ, ફૂ્રટ સીરપ, ડાયફ્ર્રટ – ઓર્ગેનીક, દિવાળી ડેકોરેશન, કોડીયા, વુડન અને પ્લાસ્ટીકની રંગોળી, નારિયેળની રેસાની બનાવટ સુશોભનની વસ્તુઓ, અંધ ભાઇ–બહેનો દ્વારા બનાવેલી વસ્તુઓ જેવી કે અગરબત્તી અને દિવડા, ઓર્નામેન્ટ અને નાસ્તાપુરી, લેડીઝ કપડાં, એક્રેલિક રંગોળી, ક્‌લોથ એન્ડ જ્વેલરી, મેરેજ માટે ગીફટ માટેની બેગ, કીડ્‌સ વેર, લેડીઝ વેર, જેન્ટસ ટ્રેક શૂટ, ટી શર્ટ, ઇકો ફ્રેન્ડલી એડીબલ સ્પુન, ડ્રેસ મટિરિયલ અને હેન્ડ મેઇડ જ્વેલરીનો સમાવેશ થાય છે.

ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન પૂનમ દેસાઇની પ્રતિક્રિયા

ચેમ્બરની લેડીઝ વીંગના ચેરપર્સન પૂનમ દેસાઇએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનના આત્મનિર્ભરના વિચારને લેડીઝ વીંગ દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે. જેના થકી દરેક મહિલા આત્મનિર્ભર બનશે અને પરિવારને આર્થિક મદદ કરશે તો દેશનો વિકાસ થશે.

Last Updated : Nov 9, 2020, 6:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.