ETV Bharat / city

સુરતની ૬ નર્સિંગ વિદ્યાર્થિનીઓનું એઈમ્સમાં સિલેક્શન - 18 એઈમ્સ ઈન્સ્ટીટયુટની હોસ્પિટલોમાં ફરજ બજાવશે

સુરતની સિવિલ સરકારી નર્સિંગ કોલેજની (Civil Government Nursing College Surat) 6 વિદ્યાર્થિનીઓનું (Selection of 6 nursing students Surat in AIIMS) ગુરૂવારે યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની એઈમ્સની NORCETની પરીક્ષામાં (National level AIIMS exam) સિલેક્શન થયું છે.

સુરતની ૬ નર્સિંગ વિદ્યાર્થિનીઓનું એઈમ્સમાં સિલેક્શન

author img

By

Published : Jan 21, 2022, 10:01 AM IST

સુરત: સુરતની સિવિલ સરકારી નર્સિંગ કોલેજની (Civil Government Nursing College Surat) 6 વિદ્યાર્થિનીઓ (Selection of 3 nursing students Surat in AIIMS) હવે દેશના અલગ અલગ રાજ્યોમાં આવેલી 18 એઈમ્સ ઈન્સ્ટીટયુટની હોસ્પિટલોમાં (18 will serve in hospitals of Aims Institute) ફરજ બજાવશે. તે માટે સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવે તેમને શુભેચ્છા પાઠવી હતી.

એઈમ્સની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા પાસ કરવામાં સફળતા મેળવી

વિદ્યાર્થિનીઓએ કોવિડના કપરા કાળમાં પણ સિવિલમાં સેવા આપી હતી. તેમજ સતત અભ્યાસથી એઈમ્સની રાષ્ટ્રીય કક્ષાની પરીક્ષા (National level AIIMS exam) પાસ કરવામાં સફળતા મેળવી છે. આ વિદ્યાર્થિનીઓને નોકરી સાથે પરીક્ષાની તૈયારી શરૂ રાખવામાં નર્સિગ કોલેજનો ઉમદા સાથસહકાર મળ્યો છે.

બે વિદ્યાર્થિનીઓએ કોઈપણ પ્રકારનું કોચિંગ લીધા વિના પરીક્ષામાં સફળતા હાંસલ કરી

સિવિલ હોસ્પિટલના સરકારી નર્સિંગ કોલેજના પ્રિન્સીપાલ ડો.ઈન્દ્રાવતી રાવે જણાવ્યું હતું કે, NORCET પરીક્ષામાં પસંદગી પામેલ સુરતની બે વિદ્યાર્થિનીઓએ કોઈપણ પ્રકારનું કોચિંગ લીધા વિના પરીક્ષામાં સફળતા હાંસલ કરી છે.

સરકારી કોલેજનું શિક્ષણ અન્ય કોલેજ કરતા ઉત્કૃષ્ટ

સરકારી કોલેજનું શિક્ષણ અન્ય કોલેજ કરતા ઉત્કૃષ્ટ છે એ વાતને આ વિદ્યાર્થિનીઓ સાબિત કરી રહ્યા છે. પરીક્ષાર્થીઓને કોલેજ તરફથી શક્ય એટલી સંપૂર્ણ મદદ અને સહકાર આપવામાં આવ્યાં હતાં.

સુરત નર્સિંગ કોલેજના મહત્તમ વિદ્યાર્થિનીઓ સફળતા મેળવે છે

સુરત નર્સિંગ કોલેજના મહત્તમ વિદ્યાર્થિનીઓ સફળતા મેળવે અને કોલેજ અને પરિવારનું નામ રોશન કરે એવા કોલેજ સ્ટાફના પ્રયત્ન હરહંમેશ રહેશે.

કોવિડ સમયે કરેલી કામગીરી પણ પરીક્ષામાં ઉપયોગી બની

પરીક્ષામાં સફળ થયેલ સુરતના વિદ્યાર્થિની રાધા વ્યાસ જણાવ્યું હતું કે, હું છેલ્લા પાંચ વર્ષથી આ પરીક્ષાની તૈયારી કરી રહી હતી. નોકરી પૂર્ણ કરી આઠ કલાક અભ્યાસ માટે આપતી હતી. ઉપરાંત કોવિડ સમયે કરેલી કામગીરી પણ પરીક્ષામાં ખૂબ ઉપયોગી બની છે. અભ્યાસની સાથે મેળવેલું પ્રેક્ટિકલ જ્ઞાન પણ અતિ ઉપયોગી બન્યું છે.

સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કર્યો

પરીક્ષામાં સફળ થયેલ નવસારીના બિલીમોરા તાલુકાના નાંદરખા ગામના પ્રિયંકા મૌર્ય તેમણે પણ આજ સિવિલ હોસ્પિટલની સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે, સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી પી.પી. સવાણી હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું.

નર્સિંગનો અભ્યાસ કરાવવામાં પિતાજીનું મોટું યોગદાન

નાંદરખા ગામમાં મારા પિતા અનાજ કરિયાણાની દુકાન ચલાવી પરિવારનું ભરણપોષણ કરે છે, નર્સિંગનો અભ્યાસ કરાવવામાં પિતાજીનું મોટું યોગદાન છે. નર્સિંગનો અભ્યાસ પુર્ણ કરી હું સ્ટાફ નર્સ તરીકે નોકરીમાં જોડાઈ ગઈ હતી.

એઈમ્સમાં સિલેક્શન થતા મારા પિતા અને પરિવારનું સપનું પુર્ણ થયું

મારા પિતાની હંમેશા એવી આકાંક્ષા રહી છે કે હું નર્સિગ ક્ષેત્રમાં સેવા સાથે નામના મેળવું. જેથી એઈમ્સની પરીક્ષા પાસ કરવાનું મારૂ મુખ્ય ધ્યેય બની ગયું હતું. દરરોજ ચાર કલાક વાંચન કરતી હતી. એઈમ્સમાં સિલેક્શન થતા મારા પિતા અને પરિવારનું સપનું પુર્ણ થયું છે.

પરીક્ષામાં કોચિંગ લીધા વગર એઈમ્સની પરીક્ષા પાસ કરી

પરીક્ષામાં સફળ થયેલાં વ્યારાના ચંપાવાડી ગામના પ્રજ્ઞા ગામીતે જણાવ્યું હતું કે. હું સિવિલ હોસ્પિટલમાં નર્સિગ સ્ટાફ તરીકે ફરજ બજાવું છું. મેં આ પરીક્ષા કોચિંગ લીધા વગર એઈમ્સની પરીક્ષા પાસ કરી છે અને મેં મારાં ગામનું નામ રોશન કર્યું છે.

નોકરીની સાથે સાથે નર્સિગ કોલેજમાંથી નોર્સેટની પરીક્ષાનું માર્ગદર્શન મળ્યું

વર્ષ 2019માં સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફ નર્સ તરીકે જોડાઈ હતી. નોકરીની સાથે સાથે નર્સિગ કોલેજમાંથી નોર્સેટની પરીક્ષાનું માર્ગદર્શન મળ્યું હતું. જેથી નોકરીની સાથે પરીક્ષાની તૈયારી આરંભી હતી. આઠ કલાકની નોકરી હોવાથી કોચિંગ લેવાનો સમય બચતો ન હતો, જેથી રોજ 3 કલાક વાંચન કરતી હતી.

પરીક્ષામાં પ્રેક્ટિકલ નોલેજ વધુ ઉપયોગી બન્યું

પરીક્ષામાં મને મારૂ પ્રેક્ટિકલ નોલેજ વધુ ઉપયોગી બન્યું હતું. ઉપરાંત નર્સિગ કોલેજ તરફથી પણ યોગ્ય માર્ગદર્શન મળતા પરીક્ષા પાસ કરવામાં સફળતા મળી છે.

એઈમ્સમાં નોકરી મેળવવાનું સપનુ હતું જે આજે પૂર્ણ થયું

પરીક્ષામાં સફળ થયેલાં વ્યારાના ગાંમીકુવા ગામના મહિમાબેન ગામીતે જણાવ્યું હતું કે, હાલ નવી સિવિલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવું છું. મેડિક્લ ફિલ્ડમાં પગ મૂકતા જ મારૂ ધ્યેય નેશનલ લેવલની નોર્સેટ પરીક્ષા પાસ કરી એઈમ્સમાં નોકરી મેળવવાનું સપનુ હતું જે આજે પૂર્ણ થયું છે.

એઈમ્સમાં નિષ્ઠાપુર્વક ફરજ બજાવી લોકોની સેવામાં સહભાગી બનીશ

આઠ કલાકની શિફ્ટ બાદ ચાર કલાક અભ્યાસ માટે ફાળવતી હતી. આજે મારી મહેનતનું ફળ પ્રાપ્ત થયું છે. નર્સિંગ કોલેજ દ્વારા પણ યોગ્ય માર્ગદર્શન મળ્યું હતું. હવે હું એઈમ્સમાં પણ નિષ્ઠાપુર્વક ફરજ બજાવી લોકોની સેવામાં સહભાગી બનીશ.

પરીક્ષામાં પાસ થનાર વિદ્યાર્થિનીઓની યાદી

ક્રમ વિદ્યાર્થિનીઓના નામગામ
1પ્રિયંકાબેન મૌર્યનવસારી
2પ્રજ્ઞાબેન ગામીતવ્યારા
3મહિમા ગામીતવ્યારા
4રાધા વ્યાસસુરત
5કોમલ પેથાણીસુરત
6નીરવ ગામીતવ્યારા

આ પણ વાંચો:

Omicron Variant In Rajkot : ઓમીક્રોન વધશે તો રાજકોટ AIIMSમાં પણ સારવાર શરૂ કરાશે

રાજકોટ નજીક અંદાજીત 1200 કરોડનાં ખર્ચે નિર્માણ પામી રહી છે AIIMS હોસ્પિટલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.