- ફાયર વિભાગની ટીમ દ્વારા ફરી પાછી સીલની કામગીરી હાથ ધરવામાં આવી
- 1 હોસ્પિટલ, 14 હોટલ્સ અને 3 કોર્મશિયલ કોમ્પ્લેક્ષને સીલ કરાયા
- હોટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ્સ અને હોસ્પિટલ્સને નોટિસ આપવામાં આવી હતી
સુરતઃ મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા ફરી પાછી સીલની કામગીરી હાથ ધરવામાં આવી છે. વહેલી સવારે શહેર ફાયર વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ ઝોનમાં આવેલી હોસ્પિટલ્સ, હોટલ અને શોપિંગ કોમ્પ્લેક્ષને ફાયર સેફટીની અપૂરતી સુવિધા માટે સીલ કરવામાં આવ્યા હતા. ફાયર વિભાગ દ્વારા 1 હોસ્પિટલ, 14 હોટલ્સ અને 3 કોર્મશિયલ કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં આવેલી 10,329 ઈમારતોમાંથી 4784 ઈમારતો પાસે ફાયર સેફ્ટી જ નથી
નોર્થ ઝોનમાં આવેલી હોટલ સતલજ, ગાયત્રી ચેમ્બર્સને સીલ કરાયું
સુરત શહેર મહાનગરપાલિકા ફાયર વિભાગ દ્વારા વહેલી સવારે અલગ-અલગ ઝોનમાં આવેલી હોસ્પિટલ્સ, હોટલ અને શોપિંગ કોમ્પ્લેક્સને ફાયર સેફટીના અભાવે સીલ કરવામાં આવ્યા હતા. શહેરના નોર્થ ઝોનમાં આવેલી હોટલ સતલજ, ગાયત્રી ચેમ્બર્સ સુમુલ ડેરી રોડ, સુરતને પણ સીલ કરવામાં આવી છે.
સેન્ટર ઝોનમાં 9 હોટલો છે
- શંકર ગુજરાતી થાળી, સુરત રેલવે સ્ટેશન, સુરત
- શેરે પંજાબ, સુરત રેલવે સ્ટેશન, સુરત
- હોટલ સન્માન, સુરત રેલવે સ્ટેશન પાસે, સુરત
- રૂપાળી ગેસ્ટ હાઉસ, સુરત રેલવે સ્ટેશન પાસે, સુરત
- અમર ગેસ્ટ હાઉસ, સુરત રેલવે સ્ટેશન પાસે, સુરત
- રાજ પુરોહિત થાળી, સુરત રેલવે સ્ટેશન પાસે, સુરત
- કિંગ્સ હેરિટેજ હોટલ, લાલ દરવાજા, સુરત
- ડિમ્પલ હોટલ, લાલ દરવાજા સુરત
- આકાશ હોટલ, ડો.પરમ હાઉસ પાસે, લાલા દરવાજા, સુરત
રાંદેર ઝોનમાં બે હોટલ
- શ્રી જય ચામુંડા હોટલ, ઇચ્છાપોર, સુરત
- ક્રિષ્ના રેસ્ટોરન્ટ, ઇચ્છાપોર, સુરત
ઉધના ઝોનમાં એક રેસ્ટોરન્ટ
- ઉડીપી રેસ્ટોરન્ટ, ઉધના ત્રણ રસ્તા, ઉધના
વરાછા ઝોન
- 1-રેસ્ટોરન્ટ, 1-શોપિંગ કોમ્પ્લેક્ષ અને એક હોસ્પિટલ
- જંત્રત સ્કવેર કોમ્પ્લેક્ષ, રંગોળી ચોકડી,સુરત
- ગણેશ રેસ્ટોરન્ટ જંત્રત સ્કવેર કોમ્પ્લેક્ષ,સુરત
- ઓરેકલ હોસ્પિટલ, જંત્રત સ્કવેર કોમ્પ્લેક્ષ,સુરત
અઠવા ઝોનમાં 2 શોપિંગ કોમ્પ્લેક્ષ
- કેનાલ વોર્ક શોપર્સ, કેનાલ રોડ વેસુ, સુરત
- મેરી ગોલ્ડ બેન્કવેટ, કેનાલ વોર્ક શોપર્સ, કેનાલ રોડ વેસુ, સુરત
60 જેટલી દુકાનો સીલ કરવામાં આવી
આ રીતે સુરત શહેર ફાયર વિભાગ દ્વારા સીલની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.તેમાં જંત્રત સ્કવેર કોમ્પ્લેક્ષમાં 20 જેટલી દુકાનો સીલ મારવામાં આવી છે અને કેનાલ વર્કશોપમાં 60 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સરકારના નવા નિયમો મુજબ ગાંધીનગર શહેરમાં 30 સ્કૂલોને ફાયર NOC મરજીયાત
કુલ 18 જેટલા એકમોને સીલ ફાયર સેફટીની અપૂરતી સુવિધા હોવાના કારણે સીલ કરાયા
સુરત શહેર ફાયર વિભાગના એડિશનલ ફાયર ઓફિસર બસંત. કે. પરીખે કહ્યું હતું કે, હાલ શહેરમાં જે રીતે આગની ઘટનાઓ બનતી હોય છે અને હાલ 25 એપ્રિલ પછી સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરના આદેશ મુજબ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલી હોટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ્સ અને હોસ્પિટલ્સને નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં એ લોકો દ્વારા કોઈ ગંભીર પગલાં લેવામાં આવતા નથી તેવા એકમોને સીલ કરવામાં આવ્યા છે. વહેલી સવારે શહેરમાં કુલ 18 જેટલા એકમોને સીલ ફાયર સેફટીની અપૂરતી સુવિધા હોવાના કારણે સીલ કરવામાં આવ્યા છે.