ETV Bharat / city

સુરતમાં ખાનગી સ્કૂલની મનમાનીઃ વાલીઓ ફી નહીં ભરે તો વિદ્યાર્થીઓને LC આપી દેવાની ધમકી - uamarigar school

ઑનલાઇન એજ્યુકેશન ફીને લઈ હવે સુરતની ઉમરીગર સ્કૂલ વિવાદમાં આવી છે. શાળા દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એક સપ્તાહની અંદર ફી ભરવા માટે ધમકી આપી છે. જો વાલીઓ ફી ન ભરે તો વિદ્યાર્થીઓને LC આપવાની ચીમકી શાળા દ્વારા ઉચ્ચારવામાં આવી છે. શાળાની મનમાની સામે આજે મોટી સંખ્યામા વાલીઓએ સ્કૂલે જઇ હોબાળો મચાવ્યો હતો.

gujarat education board
વાલીઓ ફી નહીં ભરે તો વિદ્યાર્થીઓને LC આપી દેવાની ધમકી
author img

By

Published : Sep 10, 2020, 4:25 PM IST

સુરત : કોવિડ-19ના કારણે સ્કૂલો બંધ રાખવામાં આવી હતી. જેથી શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. પરંતુ આ લોકડાઉનમાં લોકો પાસે રોજગાર ન હોવાથી અથવા પગાર કાપના કારણે ફી ભરવાની સ્થિતીમાં નથી. છત્તા પણ શાળા દ્વારા ઓનલાઈન શિક્ષણની ફી જબરદસ્તીથી ઉઘરાવવામાં આવી રહી છે.

વાલીઓ ફી નહીં ભરે તો વિદ્યાર્થીઓને LC આપી દેવાની ધમકી

શહેરમાં દરરોજ કોઇ એક શાળાની ફરિયાદ DEO કચેરીમાં ફી અંગે થતી હોય છે. આજે ગુરુવારે સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ઉમરીગર શાળા દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન પીડીએફ ફાઈલ મોકવામાં આવી હતી. શાળાએ વાલીઓને 3 મહિનાની 5500 રૂપિયા જેટલી ફી વાલીઓને ભરી જવા માટે કહ્યું હતું. જો કે, વાલીઓ દ્વારા આ ફીમાં રાહત આપવાની માંગ કરાઇ હતી. સ્કૂલ સંચાલક દ્વારા ફીમાં રાહત આપવાને બદલે એક સપ્તાહમાં જ વિદ્યાર્થીઓની ફી ભરી જવા માટે ધમકી આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં ઓનલાઇન અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર ફીને લીધે અટક્યું, જાણો કેમ?

  • સુરતની એસ ડી જૈન શાળા ફરી એક વખત વિવાદમાં આવી છે. આ વખતે ઓનલાઇન અભ્યાસ કરી રહેલા 500થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર ફીને લઈ અટકાવી દેવામાં આવ્યું છે. શાળાની દાદાગીરી સામે આજે મોટી સંખ્યામાં વાલીઓ શાળાએ પહોંચ્યા હતા અને વિરોધ નોંધાવ્યો હતો.

આ સાથે જ ઉમરીગર શાળાએ જણાવ્યું હતું કે, જો વાલીઓ દ્વારા ફી નહીં ભરવામાં આવે તો એક સપ્તાહની અંદર વિદ્યાર્થીઓને LC આપી દેવામાં આવશે. શાળાની મનમાની અને ધમકી સામે આજે મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ પર પહોંચી હોબાળો મચાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વાલીઓને જોઈ આખરે સ્કૂલ સંચાલકોએ વાલીઓ સાથે બેઠક યોજી હતી. આ ઉપરાંત વાલીઓને પોતાની માંગના મુદ્દાઓ એક કાગળ પર લખી સ્કૂલમાં જમા કરાવવાનું કહ્યું હતું.

આ પણ વાંચોઃ સુરતમાં શાળાઓની ફી વધારાના મુદ્દે વાલીઓનો ચોથા દિવસે પણ વિરોધ યથાવત

  • ઉમરા વિસ્તારમાં આવેલી સેવન ડે મેટાસ સ્કૂલ દ્વારા કરવામાં આવેલા ફી વધારાના મુદ્દે વાલીઓનો રોષ ચોથા દિવસે પણ યથાવત હતો. વાલીઓ મોટી સંખ્યામાં શાળા ખાતે પહોંચ્યા હતા અને હાથમાં ગુલાબ અને માથે કાળી પટ્ટી બાંધી ગાંધી ચિધ્યા માર્ગે ફી વધારાને લઇ શાળા સંચાલકો સામે વિરોધ નોંધાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.