ETV Bharat / city

સુરતઃ મેન્યુફેક્ચર જ કરવામાં નહીં આવેલા વાહનોને હૈયાત બતાવી યસ બેન્કમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું - Yes Bank

સુરતમાં મેન્યુફેક્ચર જ કરવામાં નહીં આવેલા વાહનોને હૈયાત બતાવી 20 ભેજાબાજો દ્વારા યસ બેન્કમાં કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. ભેજાબાજોએ અલગ-અલગ 53 લોન પર 8.64 કરોડની લોન લઈ 5.25 કરોડની ભરપાઈ નહીં કરતા સમગ્ર કૌભાંડનો ખુલાસો બહાર આવ્યો છે.

યસ બેન્ક
યસ બેન્ક
author img

By

Published : Jan 17, 2021, 8:17 PM IST

  • મેન્યુફેક્ચર જ કરવામાં નહીં આવેલા વાહનોને હૈયાત બતાવી યસ બેન્કમાં કરોડોનું કૌભાંડ
  • 20 ભેજાબાજોએ યસ બેન્કમાથી કરોડોની લોન લઈ કર્યું કૌભાંડ
  • 53 લોન મંજૂર કરી 8.64 કરોડનું કૌભાંડ આચર્યું

સુરતઃ શહેરમાં ઠગબાજ ટોળકીએ શહેરના સહારા દરવાજા ખાતે આવેલી યસ બેન્કમાંથી અશોક લેલન અને ટાટા કંપનીની મેન્યુફેક્ચર જ કરવામાં નહીં આવેલા વાહનોને હૈયાત બતાવી બોગસ દસ્તાવેજો ઉભા કરી જુદી જુદી 53 લોન મંજૂર કરી 8.64 કરોડનું કૌભાંડ આચર્યું છે. આરોપીએ શરૂઆતના નિયમિત હપ્તા ભરપાઈ કર્યા હતા, બાદમાં બાકીના 5.25 કરોડના હપ્તા નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. આ બનાવને લઇ બેંકના મેનેજરે ઠગબાજ ટોળકી વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો છે.

53 લૉન ઉપર રૂપિયા 8,64,71,948ની લૉન કરી હતી

શહેરના સહારા દરવાજા ખાતે આવેલી યશ બેંકમાં વડોદરાના વાઘોડિયા રોડ સુરેન્દ્રનગર હર્ષ પાર્ક સોસાયટીમાં રહેતો સુમિત રમેશચંદ્ર ભોસલે મેનેજર તરીકે ફરજ બજાવે છે. આરોપીએ ઓગસ્ટ 2016 થી 2018 દરમિયાન પોતાની માલિકીના બોજા વગરના ધંધાકીય વાહન યુઝ કોમર્શિયલ વ્હીકલ લોન મેળવવા માટે યસ બેન્કમાં અરજી કરી હતી. યસ બેન્ક દ્વારા લોનની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી કુલ 53 લૉન ઉપર રૂપિયા 8,64,71,948ની લૉન કરી હતી. જેમાં એક ન્યુ કોમર્શિયલ વ્હીકલ લોન અને 52 લૉન યુઝ કોમર્શિયલ વ્હીકલ મંજૂર કરી હતી.

2018 સુધી નિયમિત હપ્તા બાદ હપ્તા ભરવાનું બંધ કર્યું

આરોપીઓએ લોન લીધા બાદ ફેબ્રુઆરી 2018 સુધી બેંકને નિયમિત પણે હપ્તા ચૂકવ્યાં હતા. બાદમાં હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. બેંકની વિજિલન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. વિજિલન્સની તાપસ અને ઓડિટમાં લોન ધારકોએ લોન મેળવવા રજૂ કરેલા દસ્તાવેજો વાહનો ન હોવા છતાં ખોટા ઉભા કરી ખોટા દસ્તાવેજો અને લોન મેળવવા માટે ખરા બતાવી બેંકમાંથી લૉન મેળવી હતી. આરોપીઓએ વાહનોનું વેલ્યુએશન પઠાણ વાલક પાટિયા સ્ટાર ઓટોગેરેજ માંથી કરાઈ હતી. બે ગાડીઓ અલગ-અલગ વર્ષની બનાવટની હોવા છતાં ગાડીઓની વેલ્યુ ઓક સરખી બતાવી ઈફકો ટોકિયો વીમા કંપનીની 33 પોલિસી અને ન્યૂ ઇન્ડિયા વીમા કંપનીની 20 પોલિસી બનાવી હતી. જે પૈકી ઈફકો ટોકીયો વીમા કંપનીની 33 પૈકી 5 ગાડીઓ સાચી પોલીસી હોવાનું બહાર આવ્યું હતું અને ન્યૂ ઇન્ડિયા વીમા કંપની 20 પૈકી માત્ર એક જ પોલીસી તેમની ન હોવાનું સામે આવ્યું હતું.

મેન્યુફેક્ચર જ નહીં થયેલ વાહનો બતાવી લોન મેળવી

આરોપીઓએ અશોક લેલન અને ટાટા કંપનીમાંથી મેન્યુફેક્ચર જ કરવામાં આવેલી નથી તેવા વાહનો બતાવી લોન મેળવી હતી. તપાસમાં અશોક લેલન અને ટાટા કંપનીમાંથી ખાતરી કરાવતાં લેલન કંપની 48 માંથી બે ગાડીઓ તેમના દ્વારા મેન્યુફેક્ચર થઈ હતી અને ટાટા કંપનીની 5 ગાડીમાંથી એક પણ ગાડી મેન્યુફેક્ચર થઈ નહીં હોવાનો ખુલાસો થયો હતો. યસ બેન્કના મેનેજરે આરોપીઓ વિરુદ્ધ ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકે ગુનો દાખલ કરતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.