- સવજી ધોળકિયા આપશે મહિલા હોકી ખેલાડીઓને પુરસ્કાર
- દરેક મહિલા ખેલાડીઓને અઢી લાખનુ મળશે પુરસ્કાર
- પુરસ્કાર મુખ્ય પ્રધાનના હસ્તે એનાયત કરવામાં આવશે
સુરત: ઓલમ્પિકમાં મહિલા હોકી ટીમ દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરવામાં આવ્યું હતું તે માટે તમામ ખેલાડીઓને સુરત બોલાવી અઢી લાખ રૂપિયા પુરસ્કાર સન્માન આપવા હરેકૃષ્ણ ડાયમંડના ઉદ્યોગપતિ સવજી ધોળકીયાએ જાહેરાત કરી છે.
ટીમનુ શ્રેષ્ઠ પ્રદર્શન
મહિલા હોકી ટીમને ઓલિમ્પિકમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું ભારતીય મહિલા હોકી ટીમનો બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં 3-4 થી ભારે સંઘર્ષપૂર્ણ મેચમાં પરાજય થયો હતો આ સાથે ભારતીય મહિલા હોકી ટીમ ઓલિમ્પિકમાંં ઈતિહાસમાં સૌપ્રથમ મેડલ જીતવાથી વંચિત રહી હતી જતાં જ ભારતીય ખેલાડીઓ મેદાન પર રડતી જોવા મળી હતી જ્યારે તમામ ભારતીય હોકી મહિલા ખેલાડીઓના પ્રોત્સાહન વધારવા સુરતના ઉદ્યોગપતિ હરેકૃષ્ણ ડાયમંડના એમડી સવજી ધોળકીયાએ પુરસ્કાર સ્વરૂપ અઢી લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.
આ પણ વાંચો : દિલ્હી હાઈ એલર્ટ પર, અલ કાયદાએ IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવવાની આપી ધમકી
મુખ્યપ્રધાનના હસ્તે પુરસ્કાર આપવામાં આવશે
તેઓએ પોતાના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી મહિલા હોકી માં શાનદાર પ્રદર્શન કરનાર તમામ મહિલા ખેલાડીઓને સુરત ખાતે બોલાવી અઢી લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે ઓલમ્પિક માંથી ભારત આવ્યા બાદ તમામ ખેલાડીઓને સુરત ખાતે બોલાવી મુખ્યમંત્રી પાસે સમય લઈ તેઓના હસ્તે ભારતીય ખેલાડી પુરસ્કાર આપવામાં આવશે.
આ પણ વાંચો : શા માટે કચ્છમાં આવે છે વારંવાર ભૂકંપ?