સુરત : હજીરા મગદલ્લા વચ્ચે પરંપરાગત સઢવાળી હોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં (Sailing Boat Race in Surat 2022) નવ ટીમોએ ભાગ લીધો હતો. કપિલ પાંચિયાવાલાની ટીમ વિજેતા બનતા 51 હજાર રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કાંઠા વિસ્તારમાં (Surat Magdalla Boat Competition) 50 વર્ષથી સઢવાળી હોડી સ્પર્ધા યોજાઈ રહી છે.
નેશનલ ફાઈટર ક્લબ આયોજન
હજીરા એસ્સાર જેટી આગળથી મગદલ્લા ગણેશ વિસર્જન ઓવારા સુધી હોડી સ્પર્ધા યોજાઈ હતી. નેશનલ ફાઈટર ક્લબ દ્વારા (National Fighter Sports Club organises boat race in Surat) દર વર્ષની માફક બુધવારે હોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. 25 કિમી સ્પર્ધામાં નવ ટીમોએ ભાગ લીધો હતો. એક હોડીમાં આઠ ખલાસીઓ બેઠા હોય છે. ક્લબના કપિલ પટેલે જાણાવ્યું હતું કે કાંઠા વિસ્તારના લોકો સદીઓથી દરિયો ખેડે છે. તેથી વર્ષોથી હોડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હતું. આ સ્પર્ધા (Sailing Boat Race in Surat 2022) આજે પણ પરંપરાગત રીતે આયોજિત કરાઈ હતી. સઢવાળી હોડી ચલાવવાનો પણ એક પ્રકારની કળા છે. બાદમાં સમય જતા હોડીનું સ્થાન યાંત્રિક બોટોએ લીધું હતું. પરંતુ મગદલ્લામાં આજે પણ સઢવાળી હોડીની (Surat Magdalla Boat Competition) સ્પર્ધા કરવાની પરંપરા જીવંત છે.
આ પણ વાંચોઃ Sea Voyage By Kayaking Boat: દિવ્યાંગોએ કાયકિંગ બોટના સહારે 120 કિલોમીટરની દરિયાઈ સફર આ રીતે કરી પૂર્ણ, જાણો...
ઈશ્વર પાંચિયાવાલાની ટીમ પ્રથમ ક્રમે
સ્પર્ધામાં કપિલ ઈશ્વર પાંચિયાવાલાની ટીમ પ્રથમ ક્રમે (Sailing Boat Race in Surat 2022) વિજેતા થઇ હતી. તેને 51,000 રૂપિયા ઇનામ, ચાંદીનો સિક્કો અને ટ્રોફી ભેટ આપવામાં આવી હતી. જયારે કનુ નરેશ પટેલની ટીમ બીજા ક્રમે આવતા તેને 35,000 હજાર, ચાંદીનો સિક્કો અને ટ્રોફી તેમજ રાજુ પટેલની ટીમ ત્રીજા ક્રમે આવતા 21,000નું ઇનામ ચાંદીનો સિક્કો અને ટ્રોફી આપવામાં આવી હતી. જયારે બાકીની 6 ટીમોને 5,000નું ઇનામ (Surat Magdalla Boat Competition) પણ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ સુરતની ૬ નર્સિંગ વિદ્યાર્થિનીઓનું એઈમ્સમાં સિલેક્શન